For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ECની નાણા જપ્તીની કામગીરી ગેરકાયદેસર : ગુજરાત HC

|
Google Oneindia Gujarati News

gujarat-high-court
અમદાવાદ, 9 નવેમ્બર : ચૂંટણી પંચને આંચકો આપતા એક ચૂકાદામાં ગુજરાત હાઇ કોર્ટે આડેધડ રોકડ જપ્તીની કાર્યવાહીને ગેરકાયદેસર ઠેરવી હતી. આ ચૂકાદાથી વેપારીઓ અને સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.

આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને ગુજરાત ચૂંટણી પંચ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમ દ્વારા ચૂંટણીમાં કાળા નાણાને આવતું અટકાવવા માટે 2.5 લાખથી વધારેની રોકડ હોય તો રોકડ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું.

કોર્ટે પોતાની નોંધમાં જણાવ્યું કે ઇન્કમ ટેક્સ એક્ટ કે ફોજદારી કાર્યરીતિ સંહિતા સત્તાવાળાઓ અવલોકન અને આવી સખત પ્રક્રિયા કરવાની પરવાનગી નથી આપતી. ચૂંટણી આયોગ CRPC કે ITનું સ્થાન લઇ શકે નહીં. તેથી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવતી કોઈપણ શોધ અને જપ્તી કાયદા અનુસાર હોવી જોઇએ, ચૂંટણી પંચની મનમાની તરીકે નહીં. હાઇ કોર્ટે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ ની દેખરેખ ટીમોને આપવામાં આવેલી સત્તા કાનૂની અને બંધારણીય સિસ્ટમ માટે "અજાણી" છે.

હાઈકોર્ટે ચૂકાદો આપતાં હવે સ્ટેટિક સર્વેલન્સ ટીમ ગુજરાતમાં રોકડ જપ્તી નહીં કરી શકે. નોંધનીય છે કે, થોડા છેલ્લા દિવસોથી અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રોકડ જપ્તીને કારણે વેપારીઓ અને અન્ય લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. તહેવારો દરમિયાન વેપારીઓને પણ પૈસાની હેરફેર રહેતી હોવાથી તેમના માટે આ નિર્ણય ખૂબ મહત્વનો સાબિત થશે.

English summary
EC's cash seizure activities are illigal : Gujarat HC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X