જીતુ વાઘાણીએ જવાનોના પરિવારના ઘરે જઇને દિવાળીની શુભકામના પાઠવી
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દિવાળીની ઉજવણી ભાવનગરના વૃદ્ધા આશ્રમમાં જઇને વડીલોના આશિર્વાદ લીધા હતા. વડીલોને મીઠાઇઓ વહેચીને તમના ચહેરા પર ખૂશી જોવા મળી હતી. આ સાથે જ દેશની સરહદ પર દેશની સેવા કરતા જવાનોનના પરિવાર
રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ દિવાળીની ઉજવણી ભાવનગરના વૃદ્ધા આશ્રમમાં જઇને વડીલોના આશિર્વાદ લીધા હતા. તેમના દ્વારા વડીલોને મીઠાઇઓ વહેચીને તેમના ચહેરા પર ખૂશી લાવી હતી. આ સાથે જ દેશની સરહદ પર દેશની સેવા કરતા જવાનોના પરિવાર સાથે મુલાકાત કરીને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે જીતુ વાઘાણઈે જણઆવ્યુ હતુ કે, જવાનોના પરિવાર સાથે મુલાકાત કરીને જવાનો સાથે તેમની વિડીયો કોલ પર વાત કરાવી હતી. તેમજ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ. જવાનો કરે છે માભોમની રખેવાળી, જેથી આપણે ઊજવી શકીએ દિવાળી. દુર્ગમ વિસ્તારમાં રાત દિવસ જાગતા, પોતાના જીવની પણ પરવા કર્યા વિના ભારતની આંતરિક અને દેશવાસીઓની સુરક્ષા માટે ખડે પગે રહેનાર વીર જવાનો આજે દિવાળીના પાવન દિવસે પોતાના પરિજનોથી દૂર રહી ફરજ બજાવી રહ્યા છે ત્યારે દીપાવલી પર્વે દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ ભાવનગરના વિવિધ વિસ્તારોમાં વીર સૈનિકોના પરિજનોને રૂબરૂ મળી દિવાળીની અનેકગણી શુભેચ્છાઓ પાઠવી. માતૃભૂમિની રક્ષા કરતાં વીર જવાનોનાં પરિવાર સાથે રહીને આનંદની અનુભૂતિ થઇ.
દેશ માટે જીવવું અને દેશ માટે જ ન્યોછાવર થઈ જવું એવી વતન પરસ્તીથી સેવારત વીર જવાનોના સાહસ અને શૌર્ય પ્રત્યે સમસ્ત દેશને ગૌરવ છે.












Click it and Unblock the Notifications
