For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રના નિર્માણમાં સંસ્કાર સાથે શિક્ષણની ભૂમિકા અગત્યની : વજુભાઇ વાળા

|
Google Oneindia Gujarati News

vajubhai-vala
અમદાવાદ, 13 એપ્રિલ : અમદાવાદમાં શુક્રવારે રાષ્ટ્રાના વિકાસના કાર્યોમાં સંસ્કારની સાથે સાથે શિક્ષણની પાયાની ભૂમિકા રહી છે. ત્યારે ઇગ્નુ જેવી રાષ્ટ્રીય શિક્ષણ સેવા સંસ્થાની ઉપલબ્ધિ એ ગર્વની વાત છે તેમ ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીના 26મા રિજીયોનલ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી અભિનંદન પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ વજુભાઇ વાળાએ જણાવ્યુ હતું.

સમારોહમાં જેલમાં બેસી કોમ્પ્યુટરનો બેઝિક પ્રોગ્રામ આ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ કરનારા કુલ 90 કેદીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. ગુજરાત રિજીયનના ઇગ્નુમાંથી ઉત્તીર્ણ થયેલા કુલ 2016 વિદ્યાર્થી ભાઇ-બહેનોને શુભેચ્છા પાઠવતા વાળાએ કહ્યું હતું કે "કોઇપણ કારણો સંજોગોવસાત અધવચ્ચેથી અભ્યાંસ છોડી દેનારા પછીથી અભ્યાપસ પૂર્ણ કરી શકે તેવા પ્રકાની ઉત્તમ ઉપલબ્ધિ આ ઓપન યુનિવર્સિટી દ્વારા થઇ રહી છે. આ બહુ મોટી વાત છે."

શુક્રવારે સમગ્ર રાષ્ટ્રમાં એક સાથે 1,58,385 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ ખાતે ગુજરાત રિજીયનના પદવીદાન સમારોહમાં 2016 જેટલા વિદ્યાર્થી ભાઇ-બહેનોને ડિગ્રી એનાયત કરવામાં આવી છે જે અભિનંદનીય છે. આ પ્રસંગે પાંચ ગોલ્ડ મેડાલિસ્ટં વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા.

ઇગ્નુ દ્વારા બેચલર, ડિપ્લોમા, માસ્ટર્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટના 477 પ્રકારના અભ્યાસક્રમો ચાલે છે. અમદાવાદ રિજીયનમાંથી આજે બેચલરના 366 વિદ્યાર્થીઓને 496 ડિપ્લોમા અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને, 350 માસ્ટર્સમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને તથા 886 પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.

પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓને ઇગ્નુની ઉપલબ્ધિ સુવિધા વિશે જાણકારી પોતાના પ્રતિભાવમાં આપી હતી. વધુમાં વધુ અભ્યાસક્રમ ઇગ્નુનો લાભ મેળવે તે માટે પ્રેરિત કર્યા હતા. આ સમારોહમાં નિયામક એમ.કે.ઘોષ, પ્રો.વી.કે.મહેતા, પી.જી.ઠાકુર, એમ.વી.ચાવડા તથા કોર્ડિનેટર્સ અને વિદ્યાર્થી ભાઇબહેનો ઉપસ્થિત રહ્યા હતા.

English summary
Role of education with culture is important in nation building : Vajubhai Vala
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X