For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

9 મીટરથી ઓછી ઉંચાઈ વાળી ઈમારતમાં ચાલતા શૈક્ષણિક સંસ્થાનોને NOCની જરૂર નહી

9 મીટરથી ઓછી ઉંચાઈ વાળી ઈમારતમાં ચાલતા શૈક્ષણિક સંસ્થાનોને NOCની જરૂર નહી

|
Google Oneindia Gujarati News

રવિવારે ગુજરાત સરકારે કહ્યું કે રાજ્યમાં 9 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતા ઈમારતી (જેમાં ભૂતળ ના હોય) પર ચાલી રહેલ શૈક્ષણિક સંસ્થાઓએ એનઓસી લેવાની જરૂર નથી. એટલે કે આવા શૈક્ષણિક સંસ્થાનો પાસે ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર ના હોય તો પણ ચાલશે. જો કે તેમણે સ્વતઃ પ્રામાણિત દસ્તાવેજ આપવા પડશે. અને નિયમો અનુરૂપ જ તેમણે અગ્નિ સુરક્ષા પ્રણાલી લગાવી હોવાનું સુનિશ્ચિત કરવું પડશે.

noc

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિવેદન મુજબ સ્વતઃ પ્રમાણિત ફાયર એનઓસી, સંબંધિત શહેરના શિક્ષણ વિભાગના અધિકારીએ રજૂ કરવાનું રહેશે. સાથે જ સરકારે રાજ્યમાં અગ્નિશામક દળનો વિસ્તાર કરવા માટે ગુજરાતમાં છ નવા અગ્નિશામક દળના ક્ષેત્ર બનાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય પ્રશાસનિક સેવાના એક વરિષ્ઠ અધિકારી આ ક્ષેત્રો માટે અગ્નિશામક અધિકારી તરીકે કામ કરશે.

ઉલ્લેખનીય છે કે સરકારનો આ નિર્ણય ત્યારે આવ્યો જ્યારે એક દિવસ પહેલા ગુજરાત હાઈકોર્ટે ઈમારતો અને પ્રતિષ્ઠાનોમાં અગ્નિ સુરક્ષાના મામલામાં સરકારનો ક્લાસ લીધો હતો.

ફાયર NOC અંગે મહત્વના નિર્ણયો

  • રાજ્યના 9 મીટર સુધીની ઉંચાઈ ધરાવતા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ ફાયરસેફ્ટી NOC લેવાનું રહેશે નહી.
  • શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગરપાલિકાના ચીફ ફાયર ઑફિસર આપી શકશે.
  • ફાયર NOCની જોગવાઈઓની સંપૂર્ણ પૂર્તતા થતી હોય તો ફાયર NOC માટે બી.યુ. મંજૂરી લેવી ફરજિયાત રહેશે નહી.રાજ્યમાં આઠ મહાનગરો ઉપરાંત રિજિયન કમિશનર ઑફ મ્યૂનિસિપાલિટિઝ કચેરીના કાર્યક્ષેત્ર મુજબ અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, રાજકોટ અને ભાવનગર એમ 6 ફાયર રિજિયન મળી કુલ 14 ફાયર રિજિયન કાર્યરત થશે.
English summary
Educational institutions operating in buildings with a height of less than 9 meters do not require NOC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X