નવરાત્રીમાં મતદાન જાગૃતિ અભિયાન, રમાશે ચૂંટણી ગરબો

Subscribe to Oneindia News

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ આગામી 25 સપ્ટેમ્બરે નવી મતદાર યાદી જાહેર કરશે. રાજ્યમાં આગામી ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે. જેની તંત્ર દ્વારા જોરશોરથી તૈયારી આરંભી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 7 લાખ નવા મતદારોનો ઉમેરો થયો છે. નવા મતદારોનો ઉમેરો થતા આ આંકડો 4.34 કરોડે પહોંચશે. આ સાથે જ રાજ્યમાં મોટા પ્રમાણમાં ચૂંટણીમાં મતદાન થાય તે માટે રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા દરેક જિલ્લા ચૂંટણી અધિકારીને નવરાત્રીમાં દરરોજ આરતી પહેલા ચૂંટણીનો એક ગરબો કરવાનું કહેવામાં આવ્યુ છે. આમ, નવરાત્રીમાં મતદાર જાગૃતી અભિયાનની શરૂઆત કરવામાં આવશે.

electoin

નોંધનીય છે કે, અધિક મુખ્ય ચૂંટણી અધિકારી એલ.પી.પાડલીયાએ રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ-કલેકટરને મતદાર જાગૃતિ અભિયાન માટેનો પત્ર મોકલ્યો છે. પત્રમાં નવરાત્રિ પર્વમાં દરરોજ આરતી પહેલાં એક ચૂંટણી ગરબો થાય તેવું આયોજન કરવા જણાવ્યું છે. તેનો અમલ થતાં વડોદરામાં યોજાતાં ગરબામાં એક સાથે હજારો યુવક-યુવતીઓ ચૂંટણીના થીમ સાથે ગરબે ઘૂમતા જોવા મળશે. વડોદરામાં પણ જિલ્લા ચૂંટણી તંત્ર અધિક મુખ્ય ચૂંટણી અધિકારીની સૂચના મળતાં ચૂંટણીના ગરબાની સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં લાગી ગયું છે.

English summary
Election Commission: Voting awareness campaign will be started during Navratri
Please Wait while comments are loading...