ગુજરાતમાં ધાર્મિક સ્થળોએ રોજગારલક્ષી તાલીમ અપાશે : CM આનંદીબેન પટેલ

અમદાવાદ, 1 જુલાઇ : ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતભરમાં આવેલા ધાર્મિક સ્થળોએ રોજગારલક્ષી તાલીમ આપવાની ઇચ્છા વ્યક્ત કરી છે. આ તાલીમ ધાર્મિક ટ્રસ્ટો સાથે મળીને કરવામાં આવશે.

આનંદીબેન પટેલ જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને કુશળતા પર આધારિત પરંપરાગત ઉદ્યોગોમાં ધાર્મિક સ્થળોએ આવેલા યાત્રાધામ ટ્રસ્ટો તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે આવી તાલીમ આપશે એવો મને વિશ્વાસ છે.

anandiben-patel

અમદાવાદના સદીઓ જુના જગન્નાથ મંદિર દ્વારા ગાંધીનગર - અડાલજ હાઇવે પર નવનિર્મિત જગન્નાથ કલ્ચરલ એકેડેમિક એન્ડ રિસર્ચ સેન્ટરના એક કાર્યક્રમમાં બોલતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ગુજરાતના વિકાસનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે. તેમના 12 વર્ષ લાંબા શાસનકાળમાં તેમણે સારો વહીવટ ચલાવ્યો હતો. ગુજરાતને કુપોષણમુક્ત રાજ્ય બનાવવા માટે સમાજ સહયોગ આપે એ જરૂરી છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ સેન્ટર ગુજરાતમાં વસતા ઓરિસ્સાના લોકો દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. તે ગુજરાત અને ઓરિસ્સા વચ્ચે સેતુરૂપ છે. આ તાલીમકેન્દ્રમાં આધુનિક સુવિધાઓ ગુજરાતના યુવાનોને રોજગારલક્ષી તાલીમ મેળવવામાં મદદરૂપ બનશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X