પ્રદૂષણથી મુક્તિ માટે પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાએ અતિ આવશ્યક મોડ્યુલનો શુભારંભ કર્યો
રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં લઈ રહી છે. જેના ભાગરૂપે વન પર્યાવરણ મંત્રી મૂળૂભાઈ બેરાએ અમદાવાદ એમીશન ટ્રેડિંગ લાઇવ માર્કેટ તથા વેસ્ટ ઇમ્પોર્ટ મંજૂરી માટે ઓનલાઇન મોડ્યુલનો શુભારંભ કર્યો હતો. સમગ્ર ભારતમાં "એમિશન ટ્રેડિંગ સ્કીમ" અમલમાં મૂકનાર અમદાવાદ દેશનું બીજું શહેર બન્યું છે. જે ઔદ્યોગિક ઉત્સર્જનને નિયંત્રિત કરવામાં અને રાજ્યના પ્રદૂષણના સ્તરને ઘટાડવામાં મદદરૂપ બનશે.

મંત્રી મુળુભાઈ બેરાએ ઉમેર્યું કે, સુરતમાં આશરે ૩૫૫ ઉદ્યોગોમાં આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો. જેમાં ETS લાગુ કરેલ ઉદ્યોગોમાં અન્ય ઉદ્યોગો કરતા ૨૦ ટકા પાર્ટીક્યુલર મેટરના પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. સુરતની આ સફળતાને ધ્યાને લઇને અમદાવાદમાં આશરે ૧૧૮ ઉદ્યોગોમાં આ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું છે.
મંત્રી એ ઉમેર્યું કે, ગુજરાત હંમેશા ઔદ્યોગિક વિકાસની સાથે પર્યાવરણ સંરક્ષણ માટે નવીનત્તમ પ્રયોગો કરવામાં અગ્રેસર રહ્યું છે. પાર્ટીક્યુલેટ મેટરના નિયમન માટે વર્ષ ૨૦૧૯માં સુરત ખાતે શરૂ કરાયેલ ETS પ્રોજેક્ટ દુનિયામાં પ્રથમ પ્રોજેક્ટ છે. જે હવે અમદાવાદ ખાતે પણ અમલમાં મુકાયો છે જેના થકી અમદાવાદની હવાની ગુણવત્તામાં પણ સુધારો થશે.
વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ સંજીવકુમારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આ માર્કેટ આધારિત મિકેનીઝમના અમલીકરણની રાજ્ય સરકારે નવીન પહેલ કરી છે. જીપીસીબી દ્વારા J-PALના સહયોગથી શરૂ કરાયેલી આ એમીશન ટ્રેડીંગ યોજનાના પરિણામે રેગ્યુલેટર, ઉદ્યોગો તથા અમદાવાદના નાગરિકોને પણ હવાની ગુણવત્તામાં સુધારા થકી આરોગ્યલક્ષી લાભ થશે.
જી.પી.સી.બી.ના ચેરમેન આર.બી. બારડે જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા આર્થિક વિકાસની સાથે સાથે પર્યાવરણની જાળવણી વચ્ચે નવીન પહેલ કરવામાં મોખરે રહ્યું છે ત્યારે અમદાવાદમાં આ શરૂઆત એક દિશા સૂચક પગલું છે. બોર્ડ દ્વારા ઈ-ગવર્નન્સના ભાગરૂપે વેસ્ટ ઇમ્પોર્ટની મંજૂરી માટે આ ઓનલાઈન મોડ્યુલ સપ્ટેમ્બર ૨૦૨૩થી કાર્યરત થયું છે. જેનાથી વેસ્ટ ઇમ્પોર્ટની અરજીઓનો ઓનલાઈન ઝડપી નિકાલ થશે અને તેના રેકોર્ડની યોગ્ય જાળવણી પણ થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, એમીશન ટ્રેડિંગ સ્કિમ-ETS એ લિગ્નાઇટ, કોલસા આધારિત બોયલર ધરાવતા ઉદ્યોગો દ્વારા ફેલાવાતા પ્રદૂષણને નિયંત્રિત કરે છે. તેના હેઠળ નિયત કરેલ માત્રાથી ઓછું પ્રદૂષણ સર્જનારને ક્રેડિટ અને તેથી વધુ ફેલાવનારને દંડ કરવામાં આવે છે. આ પાયલોટ પ્રોજેક્ટ જીપીસીબી દ્વારા શિકાગો યુનિવર્સિટીના સંશોધનકારો અને J-PAL ટીમની મદદથી અમલમાં છે.
આ પ્રસંગે J-PAL સહિત જીપીસીબીના અધિકારી ઓ, વિવિધ એસોસીએશનના પ્રતિનિધિઓ તથા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
-
Ahmedabad News: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઘાટલોડિયા ખાતે સરકારી ભવનનું ખાતમુહૂર્ત સંપન્ન -
સૂર્યકુમાર યાદવે બુમરાહને રાષ્ટ્રિય ધરોહર ગણાવ્યો -
ટાટાના સાણંદ પ્લાન્ટમાં 50 ટકા ઉત્પાદન ઘટશે, જાણો કેમ? -
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ








Click it and Unblock the Notifications
