જૂનાગઢના ભૂતપૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું કારઅકસ્માતમાં મોત, પત્નીની હાલત ગંભીર

જૂનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું અકસ્માતમાં નિધન થયુ છે. તેઓ હાલ વોર્ડ નંબર -15થી ભાજપના કોર્પોરેટર પણ હતા. ડેરવાણ ચોકડી પાસે પુરપાટ ઝડપે જતી ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી.

જૂનાગઢ મહાનગર પાલિકાના પૂર્વ મેયર જીતુભાઈ હિરપરાનું અકસ્માતમાં નિધન થયુ છે. તેઓ હાલ વોર્ડ નંબર -15થી ભાજપના કોર્પોરેટર પણ હતા. ડેરવાણ ચોકડી પાસે પુરપાટ ઝડપે જતી ટ્રક અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં જીતુભાઈ હિરપરા અને અને તેમના પત્ની ગંભીર રીતે ઘાયલ થયા જેમને 108 એમ્બ્યુલન્સથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન જીતુભાઈ હિરપરાનું નિધન થયુ. હતું.જ્યારે તેમના પત્ની ભાવનાબહેનની સારવાર ચાલી રહી છે.

jitubhai hirpara

બન્નેને ઇમરજન્સી 108 મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત ઘણો ગંભીર હતો . આ બનાવને નજરે જોનારાનું કહેવું હતું કે અકસ્માત ઘણો ગમ્ખવાર હતો તેથી જીતુભાઈની હાલત અકસ્માત સ્થળે જ ઘણી ગંભીર થઈ ગઈ હતી અને તબીબી તાત્કાલિક સારવાર મળી હોવા છતાં તેમનું મૃત્યુ થયું હતું જ્યારે તેમના પત્નીની હાલત હજુ પણ ઘણી ગંભીર છે.

જીતુભાઈ ભાજપના મોટા નેતા હતા. મુખ્યમંત્રીએ પણ તેમના અવસાનના સમાચાર સાંભળતા પરિવાર પ્રત્યે સંવેદનાઓ પાઠવી હતી. જીતુભાઈ હિરપરા જૂનાગઢના વોર્ડ નંબર 15ના ભાજપ કોર્પોરેટર તેમજ પોરબંદરના પ્રભારી રહી ચૂક્યા છે. જીતુભાઈની સાથે સાથે અન્ય બે લોકોને પણ ઇજા પહોંચી છે જેને રાજકોટ સર્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા છે.

જીતુભાઈ હિરપરાના અવસાનના સમાચાર સાંભળીને જૂનાગડ પોરબંદર ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેઓના અંતિમ સંસ્કાર આવતી કાલે કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X