Time Nowના એક્ઝિટ પોલમાં ભાજપને મળી બહુમતી

વીએમઆર અને ટાઉમ્સ નાઉના એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેટલી બેઠક મળશે તે અંગે વિગતવાર જાણો અહીં.

ગુરુવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાના મતદાનનો સાંજે 5 વાગે અંત આવ્યો. અને સાથે જ તમામ લોકોની નજર તે વાત પર ટકી ગઇ કે આ વખતની ચૂંટણીમાં કોણ જીતશે. તે વાતમાં કોઇ શંકાને સ્થાન નથી કે આ વખતની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંન્ને માટે મહત્વની છે. તો સાથે જ બીજી તરફ ચૂંટણી પતવાની સાથે જ એક્ઝિટ પોલ પણ આવી રહ્યા છે. અલગ અલગ એક્ઝિટ પોલમાં અલગ અલગ વાત કહેવામાં આવી રહી છે. ત્યારે ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ મુજબ આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતી મળવાની સંપૂર્ણ શક્યતા છે.

bjp

ટાઇમ્સ નાઉ અને વીએમઆર દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં ભાજપને 113 બેઠકો સાથે જીત મળવાની સંભાવના છે. તો બીજી તરફ કોંગ્રેસને 66 જેવી બેઠકો મળશે. અન્ય પક્ષો પાસે પણ 3 બેઠકો મળવાની સંભાવના રહેલી છે. ત્યારે આ એક્ઝિટ પોલ મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે પણ ભાજપની જીત થવાની વાત કહેવામાં આવી છે. જો કે આ એક્ઝિટ પોલ કેટલો સાચો છે તે વાતની ખાતરી તો 18મી ડિસેમ્બરના રોજ પરિણામોની જાહેરાત થયા પછી જ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X