Exit Poll અનુસાર, ગુજરાતમાં કોની બનશે સરકાર? જાણો અહીં

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 એક્ઝિટ પોલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન ગુરૂવારે પૂર્ણ થઇ ચૂક્યું છે અને હવે સૌની નજર પરિણામો પર છે. ગુજરાત ઉપરાંત હિમાચલ પ્રદેશમાં કોની સરકાર બનશે એ તે 18 ડિસેમ્બરના રોજ જ ખબર પડશે. ચૂંટણી પહેલાં બંને રાજ્યોમાં જનતાનો ઝુકાવ કઇ તરફ છે, એ એક્ઝિટ પોલમાં સામે આવ્યું હતું. મતદારોની નજરમાં કોનો પક્ષ મજબૂત છે એની ઝલક એક્ઝિટ પોલમાં મળી શકે છે. આ ચૂંટણીની અસર વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી પર પણ પડી શકે છે.

gujarat

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

  • એબીપી ન્યૂઝ-સીએસડીએસના એક્ઝિટ પોલમાં સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠકોના આંકડા સામે આવ્યા છે. આમાં ભાજપના ખાતામાં 34 બેઠકો મળવાની સંભાવના વ્યક્ત થઇ છે. તો કોંગ્રેસના ખાતામાં 19 બેઠકો આવી છે.
  • દક્ષિણ ગુજરાતની 35 બેઠકોના એક્ઝિટ પોલમાં પણ ભાજપ કોંગ્રેસ કરતાં આગળ છે, 35માંથી 24 બેઠકો ભાજપના ખાતામાં જાય એવી સંભાવના છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં 11 બેઠકો જવાની સંભાવના છે.
  • એબીપી એક્ઝિટ પોલ અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોમાં ભાજપને 58, કોંગ્રેસને 30 અને અન્યોને 01 બેઠક મળી શકે છે.
  • એબીપી-સીએસડીએસ અનુસાર ઉત્તર ગુજરાતની 53 બેઠકોમાંથી ભાજપને 35 અને કોંગ્રેસને 18 બેઠકો મળી શકે છે. 53 બેઠકો પર ભાજપને 49 ટકા, કોંગ્રેસને 42 ટકા મત મળી શકે, જેને બેઠકોમાં બદલતા ઉપરોક્ત આંકડા મળી શકે છે.
  • સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત મળીને ભાજપને 93 બેઠકો, કોંગ્રેસને 48 બેઠકો મળી રહી છે. એબીપી-સીએસડીએસના સર્વે અનુસાર, ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવાની સબળ સંભાવના છે.
  • Axis My India @IndiaToday Poll અનુસાર ભારતીય જનતા પાર્ટીને 47થી 55 બેઠકો મળવાનું અનુમાન છે. તો કોંગ્રેસને 13થી 20 બેઠકો અને અન્યોના ખાતામાં 0થી 2 બેઠકો મળવાની સંભાવના છે.
  • IndiaTV-VMR Exit Pollના અનુમાન અનુસાર ભાજપ 104થી 114 બેઠકો જીતી પોતાનું સ્થાન જાળવી રાખશે, કોંગ્રેસને 65થી 75 બેઠકો મળશે અને અન્યોને માત્ર 2થી 4 બેઠકો મળશે. દ.ગુજરાતમાં ભાજપને 24-30 અને કોંગ્રેસને 6-8 બેઠકો મળી શકે છે.
  • ટાઇમ્સ નાઉ-વીએમઆરના એક્ઝિટ પોલ અનુસાર, 182માંથી ભાજપને 109 બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 70 બેઠકો આવે એવું બને. અન્યોને 3 બેઠકો મળશે.
  • ન્યૂઝ ટુડે ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર પણ ભાજપના ખાતામાં જ સૌથી વધુ બેઠકો જાય છે. આ અનુમાન અનુસાર, ભાજપના ફાળે 135 અને કોંગ્રેસના ફાળે 47 બેઠકો જશે.
  • રિપબ્લિક-સી-વોટરના એક્ઝિટ પોલમાં ભાજપને 108 અને કોંગ્રેસને 74 બેઠકો મળવાની સંભાવના છે.
  • News 18-સી-વોટર એક્ઝિટ પોલમાં 108 બેઠકો ભાજપ અને 74 બેઠકો કોંગ્રેસના ખાતામાં જતી જોવા મળે છે.
  • ન્યૂઝ નેશનના એક્ઝિટ પોલ અનુસાર ભાજપને 126 બેઠકો મળવાનું અનુમાન છે અને કોંગ્રેસને 54 બેઠકો, અન્યોના ફાળે 2 બેઠકો જશે.
  • સહારા સમય અને સીએનએક્સ સર્વે દ્વારા જાહેર કરવામાં આવેલા એક્ઝિટ પોલ મુજબ ભાજપને આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 110-120 સીટ મળશે. ત્યારે કોંગ્રેસને 65-70 બેઠકો મળવાની સંભાવના છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2017

  • Axis My India @IndiaToday Poll અનુસાર ભારતીય જનતા પાર્ટીને 47થી 55 બેઠકો મળવાનું અનુમાન છે. તો કોંગ્રેસને 13થી 20 બેઠકો અને અન્યોના ખાતામાં 0થી 2 બેઠકો મળવાનું અનુમાન છે.
  • ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્યના એક્ઝિટ પોલ અનુસાર, હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે. આ સર્વેમાં ભાજપના ફાળે 55 બેઠકો અને કોંગ્રેસના ફાળે 13 બેઠકોનું અનુમાન છે.
  • એબીપી ન્યૂઝ-સીએસડીએસના હિમાચલ પ્રદેશના એક્ઝિટ પોલમાં ભાજપના ખાતામાં 38 બેઠકો અને કોંગ્રેસના ખાતામાં 29 બેઠકો જવાનું અનુમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X