પરિવાર પહેલા માળે સૂતો રહ્યો અને તસ્કરો ઘર સાફ કરી ગયા
અમદાવાદના થલતેજમાં આવેલા આસોપાલવ બંગલોમાં રહેતો પરિવાર પહેલા માળે સુતો રહ્યો અને તસ્કરો આરામથી બારી તોડીને ઘરમાંથી રૂપિયા આઠ લાખની મતાની ચોરી કરીને પલાયન થઇ ગયા.
અમદાવાદના થલતેજમાં આવેલા આસોપાલવ બંગલોમાં રહેતો પરિવાર પહેલા માળે સુતો રહ્યો અને તસ્કરો આરામથી બારી તોડીને ઘરમાંથી રૂપિયા આઠ લાખની મતાની ચોરી કરીને પલાયન થઇ ગયાની ચોંકાવનારી ફરિયાદ સોલા હાઇકોર્ટ પોલીસ મથકે નોંધવામાં આવી છે. જેમાં ચોરી થયેલી મતામાં સોનાના દાગીના અને બે લાખની રોકડ હતી.

ડો. જગદીશ પટેલ અમદાવાદના થલતેજમાં આવેલા આસોપાલવ બંગલોમાં તેમના પત્ની અને બે સંતાનો સાથે રહે છે અને નવરંગપુરામાં વેદાંત બિલ્ડીંગમાં આવેલી સામવેદ હોસ્પિટલ પાસે નિર્મલ પેથોલોજી લેબોરેટરી ચલાવે છે. ગત બુધવારે રાતના સમયે ડો. જગદીશ પટેલ અને તેમનો પરિવાર બંગલોના ઉપરના માળે સુવા માટે ગયો હતો અને સવારે છ વાગે ડો. જગદીશ નીચે આવ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા. કારણ કે નીચેના બે બેડરૂમમાં ચીજ વસ્તુઓ વેરવિખેર પડી હતી અને કબાટમાંથી સોનાના દાગીના રોકડ ગાયબ હતી અને તસ્કરો રસોડાની બારી તોડીને અંદર પ્રવેશ્યા હતા. ત્યારબાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે તસ્કરો રૂપિયા છ લાખની કિંમતના સોનાના દાગીના જેમાં ચાર હજાર યુએસ ડોલર, બંગડી,. બ્રેસલેટ.સોનાની કડી, ડાયમંડની વીટી, કડી.મંગળસુત્ર, અને બ્રેસસેટ અને બે લાખની રોકડની ચોરી કરી હતી. આ અંગે સોલા હાઇકોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે બંગલોઝના સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. જેમાં એફએસએલની પણ મદદ લીધી છે.
પોલીસ માની રહી છે કે આ ચોરીના કેસમાં ડો. પટેલની બેજવાબદારી પણ છે. કારણ કે તેઓ ઘરમાં હતા અને તસ્કરો ચોરી કરીને ચાલ્યા પણ ગયા હતા. ત્યારે સાવધાની પણ રાખવી જરૂરી છે.
બીજી તરફ સોસાયટીમાં બે ચોકીદાર પણ રાતના સમયે હાજર હોય છે. ત્યારે ચોકીદારની હાજરી પણ તસ્કરો ઘરમાં આવી ગયા તે અંગે પોલીસ ચોકીદારોના નિવેદન પણ રેકોર્ડ કરશે.












Click it and Unblock the Notifications
