For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં ખેડૂતો કરે છે સૌથી વધુ આત્મહત્યાઃ મોઢવાડિયા

|
Google Oneindia Gujarati News

arjun modhvadia
અમદાવાદ, 16 ઑક્ટોબરઃ ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં આત્મહત્યા કરી માનવ જિંદગીનો અંત આપનારાઓની માહિતી અધિકાર કાયદા હેઠળ દરેક શહેર અને જિલ્લા પોલીસ તંત્ર પાસેથી મેળવેલી વિગતોના આધારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં રોજ દસ વ્યક્તિ આત્મહત્યા કરીને માનવ જિંદગી ટૂંકાવે છે, જેમાં છ પુરુષો અને 4 મહિલાઓ છે. રાજ્યમાં પુરુષો અને મહિલાઓના આપઘાતના બનાવોની આંકડાકીય ટકાવારી ઘણી જ ચિંતાજનક છે.

આપઘાતના કારણે જિંદગી ટૂંકાવી દેવાના બનાવોમાં 71.42 ટકા પરણિત પરિવારના સભ્યો આત્મહત્યા કરે છે. પરણિત કુટુંબના પુરુષ અને સ્ત્રીની આત્મહત્યાથી સીધી અસર સમગ્ર પરિવાર પર થાય છે અને પરિવાર છિન્નભિન્ન થાય છે.

ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં આત્મહત્યાનં પ્રમાણ ગંભીર અને ચિંતાજનક રીતે વધી ગયું છે, જેની પાછળનું કારણ આર્થિક દબાણ, સરકાર દ્વારા સામાન્ય વ્યક્તિઓ અને નાના સમૂહોના પ્રશ્નો સાંભળવાની વહીવટીતંત્રની ઉપેક્ષા હોવાનું મોઢવાડિયાએ કહ્યું છે.

મોઢવાડિયાએ આત્મહત્યા કરનારાઓની વર્ગીકૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, 21થી 30 વર્ષના 13,486 યુવક-યુવતીઓએ આત્મહત્યાકરી હતી, જે ટકાવારીની દ્રષ્ટિએ 36.2 ટકા છે, 31થી 40 વર્ષના લોકોમાં ટકાવારીની દ્રષ્ટિએ આત્મહત્યાનું પ્રમાણ 23.1 ટકા છે. આત્મહત્યા કરનારાઓમાં મોટાભાગના 40 વર્ષથી નાની ઉમરના છે. રાજ્યના વિકાસમાં મહત્તમ ફાળો આપનાર એકવીસમી સદીની આ પેઢી અનેકવિધ આર્થિક-સામાજિક પ્રશ્નોથી ઘેરાયેલી છે. સરકારે આ દિશામાં નક્કર કામગીરી કરવી જરૂરી છે.

તેમણે વધુંમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં 7.062 ખેડૂતોએ આત્મહત્યા કર્યો છે. આત્મહત્યાના સૌથી વધારે બનાવો સૌરાષ્ટ્ર-કચ્છમાં બની રહ્યાં છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં છેલ્લા દસ વર્ષમાં 16,403 લોકોએ આત્મહત્યા કરી છે. જેમાં સાત જિલ્લાઓમાં થયેલી આત્મહત્યાઓમાં મહિલા અને પુરુષનું પ્રમાણ સરખુ છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પરુષો કરતા મહિલાનું પ્રમાણ વધારે છે.

English summary
Arjun Modhwadia said that Trend of committing suicides in Gujarat has significantly increased during last few years under BJP Rule due to lack of attention and negligence of administration to look into problems of common men and small groups and due to financial crisis.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X