For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટઃ સોલારના સથવારે ખેડૂતો લખશે વિકાસની ગાથા

|
Google Oneindia Gujarati News

solar
વાઇબ્રન્ટ ગ્લોબલ ટ્રેડના બીજા દિવસે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો છે. સોલારથી ચાલતા વિવિધ સાધનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ વખતે સોલાર અંગે શહેરીઓ કરતા ગામડાંના લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું. પ્રદર્શન જોઇ રહેલા કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે, તેઓ પોતાના ગામમાં આ પ્રકારના ઉપકરણોનો ઉપયોગ કરશે અને આ આધુનિક ટેક્નોલોજી થકી પોતાના ગામને વિકાસના પથ પર મકશે. ખાસ કરીને સોલાર સ્પ્રે પંપ, મોટર અંગે લોકોએ માહિતી મેળવી અને તેનો ઉપયોગ ખેતીમાં કરશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.

નોંધનીય છે કે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે ભારતના સૌથી મોટા ટ્રેડ શો 'ગ્લોબલ ટ્રેડ શો'નું ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ એક્ઝિબિટર્સ કેટલોગનું વિમોચન પણ કર્યું હતું. આ કેટલોગના 348 પાનામાં ભાગ લેનારા તમામ એક્ઝિબિટર્સ, તેમની પ્રોડક્ટ્સ અંગેના રાઇટ-અપનો સમાવેશ થાય છે. 6 દિવસ સુધી ચાલનારો આ ટ્રેડ શો 1 લાખ ચો.મી.થી વધુ વિસ્તારમાં પથરાયેલો છે. આ ગ્લોબલ ટ્રેડ શોમાં 16થી વધુ દેશોની 1,000 થી વધુ કંપનીઓ અને કેટલીક સરકારો સામેલ છે.

વર્ષ 2011ના ગ્લોબલ ટ્રેડ શોની તુલનામાં બમણો એટલે કે 15 લાખ જેટલા લોકો આ મુલાકાત લેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. 13 ડોમ્સ, 14 એક્સક્લુઝિવ પેવેલિયન્સ, 1,000 થી વધુ સ્ટોલ્સ અને 25,000 થી વધુ પ્રોડક્ટ દર્શાવતો આ ગ્લોબલ ટ્રેડ શો દેશનો આ પ્રકારનો પ્રથમ શો બની રહેશે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 105થી વધુ દેશોમાંથી વધુને વધુ ડેલિગેટસ દ્રારા રજીસ્ટ્રેશન થઇ રહ્યું હોવાથી ગુજરાતમાં ઘણા બધા દેશોના આ વખતે ડીપ્લોમેટસ, ઉદ્યોગપતિ, શિક્ષણવિદો અને વિચારકો ભાગ લઇ ઇનોવેશન, યુવા અને કૌશલ્ય વિકાસ, નોલેજ શેરીંગ અને નેટવર્કિંગ જેવા વિષયો પર ચર્ચા-વિચારણા કરીને એક નવું સિમાચિહ્ન સ્થાપશે.

English summary
vibrant gujarat summit 2013, farmers impress from solar products.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X