ગુજરાતભરના મુખ્ય સમાચાર પર એક નજર...

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાજકોટમાં રસ્તા પર લખાયું

રાજકોટમાં રસ્તા પર લખાયું "જેએનયુ શટ ડાઉન"

જવાહાર લાલ નહેરુ યુનિવર્સિટીનો વિવાદ હવે રાજકોટ સુધી લાંબો થયો છે રાજકોટ શહેરના અંડરબ્રીજ પાર્ક પાસે 'સ્ટોપ જેએનયુ' અને 'જેએનયુ શટડાઉન' જેવા લખાણ જોવા મળ્યા હતા. આ લખાણ ક્યારે લખાય તેમજ કોણે લખ્યા તે અંગેની માહિતી પ્રાપ્ત થઈ નતી, પરંતુ સવારમાં જ્યારે વાહન વ્યાવહાર શરૂ થયો ત્યારે આ લખાણ લોકોમાં આશ્ચર્યનું કેન્દ્ર બન્યા હતા.

વિસનગરની પાણી પુરીમાં પેશાબ ભેળવવાની ધટના

વિસનગરની પાણી પુરીમાં પેશાબ ભેળવવાની ધટના

મહેસાણાના વિસનગરમાં બહારની પાણીપુરીની શોખીનો માટે આંખો ખોલનારી ઘટના બહાર આવી હતી. નગરપાલિકાના એક કર્મચારીએ પાણીપુરીની લારીવાળા યુવાનને તેની લારીના ગ્લાસમાં જ પેશાબ કરતા જોતા તે ચોંકી ઉઠયો હતો. નગરપાલિકાના કર્મચારી દિનેશે આ ઘટના જોતા તેણે સમગ્ર ઘટનાની જાણ પાલિકા પ્રમુખને કરી હતી અને પાણીપુરીવાળાની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આસપાસ કોઈ જાહેર શૌચલાય ન હોવાથી તે ગ્લાસમાં જ પેશાબ કરી લોતો હતો અને ગ્લાસ ધોઈ નાખતો હતો. જોકે તેના આ કરતૂતથી ચોંકી ઉઠેલા વિસનગર પ્રમુખે વિસનગરની તમામ પાણીપુરીની લારીઓ હટાવી દેવાનો આદેશ આપ્યો હતો.

રાજકોટના ન્યારી ડેમમાં પાણીની અછત , નાગરિકોના માથે તોળાયું જળસંકટ

રાજકોટના ન્યારી ડેમમાં પાણીની અછત , નાગરિકોના માથે તોળાયું જળસંકટ

હજી ઉનાળો શરૂ પણ નથી થયો અને રાજકોટના નાગરિકો પાણી માટે બૂમો પાડવા લાગ્યા છે. રાજકોટમાં ઉનાળા પહેલા જ જળસંકટ ઘેરું બન્યુ છે કારણ કે રાજકોટના ન્યારી ડેમમાં માત્ર 1 મહિનો ચાલે તેટલી જ પાણીની આવક છે જ્યારે આજી ડેમના તો તળિયા દેખાઈ ગયા છે. અને ભાદર ડેમમાં પણ પૂરતા પાણીનો અભાવ હોવાથી અત્યાર થી જ ઠેર ઠેર પાણીકાપની પરિસ્થિતિ આકાર લઈ રહી છે.

હાલોલ ટોલ ટેક્સ નાબૂદ કરવા નીકળે રેલી

હાલોલ ટોલ ટેક્સ નાબૂદ કરવા નીકળે રેલી

દક્ષિણ પંચમહાલના હાલોલ, ઘોઘંબા તેમજ જાંબુઘોડા, હાલોલ, ગોધરાને જોડતા રસ્તો ટોલટેક્સ નાબૂદ કરવાની માંગણી ઉભી થઈ છે આ ટોલટેક્સ ઘણા સમયથી સ્થાનિકો માટે માથાના દુખાવો સમો બની ચૂક્યો છે ટોલ ટ ક્સને નાબૂદ ક રવા પાવાગઢ રોડથી રેલી કાઢીને મામલતદાર કચેરી પહોંચ્યા હતા. જેમાં હાલોલ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રમેાદસિંહ રાઠોડ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ ઉદેસિંહ બારિયા પણ હાજર રહ્યા હતા.

અમદાવાદના SG હાઇવે ઉપર કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી, 4 દટાયા

અમદાવાદના SG હાઇવે ઉપર કન્સ્ટ્રક્શન સાઇટ પર ભેખડ ધસી, 4 દટાયા

અમદાવાદ શહેરના અતિવ્યસ્ત એસજી હાઈવે ઉપર રાજપથ ક્લબ પાસે સાઇટ ઉફર કામકાજ ચાલી રહ્યુ હતું ત્યારે આજે સવારે ભેખડ ધસી પાંચ લોકો દટાઈ ગયા હતા. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાદિર, આશિક, સિરાજ અને સાદીજ નામના વ્યક્તિઓને જીવતા બહાર કાઢ્યા હતા અનેસારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યાહતા. જ્યારે મુખ્તાર નામની વ્યક્તિ હજુ પણ ફસાયેલો છે અને તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.

બહેનને ઠપકો આપી રહેલા ભાઈને ગેરસમજને કારણે લોકોએ ઉતાર્યો મોતને ઘાટ

બહેનને ઠપકો આપી રહેલા ભાઈને ગેરસમજને કારણે લોકોએ ઉતાર્યો મોતને ઘાટ

નડિયાદના રાજીવનગર ખાતે રહેતા બિમાર લક્ષ્મીબહેનને તેમનો ભાઈ કિર્તી ઠપકો આપી રહ્યો હતો . આ સમયે ત્યાંથી પસાર થતા શખ્સોને એવું લાગ્યું કે કિર્તી તે લોકોને ગાળો બોલી રહ્યો છે આથી પાંચ શખ્સોએ રોષે ભરાઇને કિર્તી ઉપર લાકડી, તલવાર તથા લોખંડનો સળિયો લઈ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા કિર્તીનું નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં રસ્તામાં મૃત્યુ નીપજ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X