For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલંગના શિપયાર્ડમાં આગઃ પાંચ મજૂરોના મોત

|
Google Oneindia Gujarati News

alang ship
ભાવનગર, 07 ઑક્ટોબરઃ ભાવનગર જિલ્લાના અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંગરેલા ઓઇલ ટેન્કર કાર્ગોશિપમાં આગ લાગતા પાંચ મજૂરો ભડથું થઇ ગયા હતા. જ્યારે બે મજૂરોની સ્થિતિ ગંભીર જણાતા તેમને ભાવનગર ખાતેની ખાનગી હોસ્પિટલે લઇ જવામાં આવ્યાં છે. આ શિપ યાર્ડના 82માં પ્લોટમાં લાંગરવામાં આવ્યું હતું. ઘટના અંગે માહિતી મળતાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

ઘટના અંગે જાણવા મળેલી માહિતી અનુસાર અલંગ શિપીંગયાર્ડના કિરણશિપ બ્રેકિંગ કંપનીના પ્લોટ નબંર 82માં લાંગરેલા ઓઇલ ટેન્કર કાર્ગોશિપમાં શિપ કટિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમયે ટેન્કરના ગાળામાંથી બેરલમાં ઓઇલ ભરાઇ રહ્યું હતું. તો બીજી તરફ ગેસ કટરથી મજુરો કામ કરી રહ્યાં હતા. બપોરા સમયે ઓઇલ ટેન્કરમાં આગ લાગતા આગ ઓઇલ ટેન્કરના ગાળામાં પ્રસરી ગઇ હતી. જેમાં શિપ કટિંગ કરી રહેલાં મજૂરો આગમાં ભુંજાઇ ગયા હતા. જેમાંથી પાંચનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ગંભીર રીતે દાઝી જતાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતા.

અલંગના પ્લોટ નબંર 82માં આગ લાગવાનો બનાવ બન્યો હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ચાર કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનો આગ પર કાબુ મેળવવામાં સફળ થયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ મૃતકોને બહાર કાઢ્યા હતા. આ ઘટના અંગે પોલીસે તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.

English summary
Fire in Tanker at the Alang Ship breaking Yard killed five workers and injured two others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X