લગ્નના ફુલેકામાં હવામાં ફાયરિંગ કરતા યુવાનનું મોત

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

શહેરી લગ્નોમાં તથા ગ્રામિણ લગ્નોમાં લગ્નની ઝાકઝમઆળ વધી ગઈ છે ત્યારે લગ્નમાં વિવિધ રીતે દેખાડા કરીને લગ્નને યાદગાર બનાવવા લોકો નવા ગતકડાં કરતા હોય છે. ગામડાંના લગ્નોમાં વરરાજાનુ પરુલેકું ફેરવવું તે સામાન્ય બાબત છે. જેમા પરિવારના લોકો ઢોલ નગારા કે બેન્ડ વાજા સાથે નાચતા કૂદતા નીકળેછે અને વરરજાને ઘોડા પર બેસીને આખા ગામમાં ફુલેકું ફેરવવામાં આવે છે. સુરેન્દ્ર નગર જિલ્લાના વઢવાણ તાલુકામાં આ રીતે નીકળેલા ફુલેકા અને લગ્નનો પ્રસંગ થોડી ક જ વારમાં શોકમાં પલટાઈ ગયો હતો.

death

ગત મોડી રાતે વઢવાણના રામપુરા ગામમાં લગ્ન પ્રસંગ હતો. ત્યારે કાકાની રિવોલ્વરમાંથી ભત્રીજા હિતેષે વઢેરે હવામાં ફાયરપિંગ કર્યું હતુ. જોકે શરતચૂકથી તે ગોળી હિતેષને જ વાગી જતા હિતષનું ઘટનાસ્થલે જ મોત થયુ હતું અને લગ્નના પ્રસંગમાં શોકની કાલિમા વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને હિતેષના મૃતદેહને રાજકોટની ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા સુરતમાં વરરજા અને નવવધૂની એન્ટ્રી ક્રેઇનથી કરાવવાની પ્રેકટિસ ચાલી રહી હતી તે પ્રેકટિસ દરમિયાન જ ક્રેન તૂટી પડી હતી અને વરરાજા તથા નવવધૂનો આબાદ બચાવ થયો હતો.

English summary
Firing in the Marriage killed one man. Read more on this story here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.