બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ, ગુજરાતીનું પેપર આપીને વિદ્યાર્થીઓ ખુશ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

સોમવારથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે ધોરણ 10ના વિદ્યાર્યથીઓએ પ્રથમ ગુજરાતીનું પેપર આપ્યું હતું. વિદ્યાર્થીઓને આ પેપર સરળ લા્ગ્યું હતું. બોર્ડની તારીખ 12 થી 28 માર્ચ સુધી ચાલનારી બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં કુલ 17 લાખ 14 હજાર 979 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેના માટે શિક્ષણ બોર્ડ દ્વારા 135 ઝોનમાં 1548 કેન્દ્રો પર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 1548 કેન્દ્રો પર 5483 બિલ્ડીંગના 60 હજાર 337 વર્ગખંડોમાં પરીક્ષા લેવાશે. ધોરણ-10માં આ વખતે કુલ 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. . જ્યારે કે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 34 હજાર 671 વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય પ્રવાહમાં 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા તમામ વર્ગખંડો પર સીસીટીવી કેમેરા અને ટેબ્લેટ દ્વારા વોચ રાખવામાં આવશે.

student

જ્યાં જ્યાં બોર્ડના કેન્દ્ર હતા ત્યાં ત્યાં વિદ્યાર્થીઓને ગુલાબના ફૂલ આપીને તથા સાકર અને મીઠાઇથી મોં મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા. ગુજરાત માધ્યામિક અને ઉચ્ચતર માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની સામાન્ય અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષા શરૂ થઇ છે. આ પરીક્ષા 28 માર્ચે પૂર્ણ થશે, દસમાં ધોરણમાં રાજ્યના 11 લાખ 3 હજાર 674 વિદ્યાર્થી અને ધોરણ બારમાં 4 લાખ 76 હજાર 634 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 34 હજાર 671 વિદ્યાર્થીઓની કસોટી થશે. કુલ 17 લાખ 14 હજાર 979 વિધાર્થીઓ પરીક્ષા આપશે, પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્રારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવાઈ છે. તમામ પરીક્ષા કેન્દ્ર માટે કુલ 135 ઝોનની વ્યવસ્થા ગોઠવાઈ છે. રાજ્યમાં કુલ 1 હજાર 548 કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. આજે પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રાંરભ થયો હતો. અને ક્યાય ગેરરરિતી ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રોને સીસીટીવીથી સજજ કરવામાં આવ્યા છે તેમજ કંટ્રોલ રૂમની પણ વ્યવસ્તા કરવામાં આવી છે.

English summary
First day of bord exam in Gujarat, student are relaxed after easy Gujarati pepar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.