1951માં યોજાઇ હતી પહેલી લોકસભાની સામાન્ય ચૂંટણી, જાણો ખાસ વાતો

first Lok Sabha election: આઝાદી બાદના સ્વતંત્ર ભારત વર્ષમાં 1951ના વર્ષમાં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં તે સમયે બોમ્બે રાજ્યમાં આવેલા કુલ 37 મતદાર વિભાગ પૈકી હાલના ગુજરાત રાજ્યના વિસ્તારને ધ્યાને લેતા તે સમયે આ વિસ્તારમાં સમાવિષ્ટ મતદાર વિભાગ નંબર 1 થી 11 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ હતી, આ અન્વયે મતદાન તારીખ 27/3/1952 ના રોજ થયું હતું.

બોમ્બે રાજ્યમાં સમાવિષ્ટ આ બેઠકો પૈકી મતદાર વિભાગ નંબર 1 સાબરકાંઠા, 2 સાબરકાંઠા, ૩ પંચમહાલ કમ બરોડા, 4 મહેસાણા પૂર્વ, 5 મહેસાણા પશ્ચિમ, 6 અમદાવાદ, 7 કૈરા ઉત્તર, 8 કૈરા દક્ષિણ, 9 બરોડા પશ્ચિમ, 10 બ્રોચ (હાલનું ભરૂચ) અને 11 સુરતની બેઠકનો સમાવેશ થયો હતો.

first Lok Sabha election

ગુજરાતના ઉદ્દભવ પહેલા બોમ્બે રાજ્ય હેઠળ આવેલા અમદાવાદની વાત કરીએ તો, આ મતદાર વિભાગની બેઠકના મતદાન નંબર અને નામ તે સમયે 6 અમદાવાદ હતુ.

તે સમયમાં બોમ્બે રાજ્યની 6 અમદાવાદ મતદાર વિભાગની સીટ ઉપર આ પ્રથમ ચૂંટણીમાં 49.91 ટકા મતદાન થયુ હતું. સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણમાં 63.33 ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં 37.72 ટકા નોંધાયુ હતુ.

તમામ બેઠકોમાં થયેલા મતદાનની વિગત જોઈએ, તો આઝાદી બાદની પ્રથમ ચૂંટણીમાં બનાસકાંઠામાં 37.72 ટકા, સાબરકાંઠા 54.13 ટકા, પંચમહાલ કમ બરોડામાં 42.87, મહેસાણા પૂર્વમાં 55.40, મહેસાણા પશ્ચિમમાં 59.14, અમદાવાદ 49.91 કૈરા ઉત્તર (Kaira Northમાં 58.91, કૈરા દક્ષિણમાં 63.33, બરોડા પશ્ચિમમાં 52.95, બ્રોચ (હાલનું ભરૂચ)માં 54.87 અને સુરત બેઠકમાં 57.80 ટકા મતદાન નોંધાયુ હતું.

આમ સૌથી વધુ મતદાન કૈરા દક્ષિણમાં 63.33 ટકા તથા સૌથી ઓછુ મતદાન બનાસકાંઠામાં 37.72 ટકા નોંધાયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X