સુપ્રીમના નિર્ણય પર તરત અમલ થશે રાજ્ય સરકારની પ્રથમ પ્રતિક્રિયા

તેમણે વધુમાં કહ્યું કે, લોકાયુક્ત અંગે જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો સરકાર દ્વારા વિસ્તૃત અભ્યાસ કરવામાં આવશે અને ત્યારબાદ અન્ય પ્રિતક્રિયા આપવામા આવશે. સુપ્રીમે એવું કહ્યું છે કે જે પેનલ લોકાયુક્તની નિમણૂક કરે છે તે ચર્ચા અને પરામર્શ વગર લોકાયુક્તની નિમણૂક ના કરી શકે. આ તેનાથી એ વાત સ્પષ્ટ થઇ શકે છે કે આડકતરી રીતે સુપ્રીમ કોર્ટે ગુજરાતની દલીલ માની છે.
નોંધનીય છે કે રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલી લોકાયુક્તની નિયુક્તિને સુપ્રીમ કોર્ટે યોગ્ય ઠેરવી છે. રાજ્યપાલ શ્રીમતી કમલા બેનિવાલે કરેલી આર.એ. મહેતાની નિમણૂક માન્ય રાખી છે. નોંધનીય છે કે લોકાયુક્ત અંગેના હાઇકોર્ટના નિર્ણયને રાજ્ય સરકારે સુપ્રીમમાં પડકાર્યો હતો, પરંતુ સુપ્રીમ કોર્ટે પણ ગુજરાત હાઇકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો.
શુ હતો મામલો
ન્યાયમૂર્તિ બી એસ ચૌહાણ અને ન્યાયમૂર્તિ એફ એમ ઇબ્રાહિમ કલીફુલ્લાની ખંડપીઠ હાઇકોર્ટના ગત વર્ષના જાન્યુઆરીના નિર્ણય વિરૂદ્ધ દાખલ રાજ્ય સરકારની અરજી પર ચુકાદો સંભળાવ્યો છે. હાઇકોર્ટે રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. હાઇકોર્ટનો આ નિર્ણય ન્યાયમૂર્તિ વી એમ સહાયે સંભળાવ્યો હતો. આ પહેલાં હાઇકોર્ટની બે સદસ્યીય ખંડપીઠના ન્યાયાધીશોમાં લોકાયુક્તના રૂપમાં ન્યાયમૂર્તિ મહેતાની નિયુક્તિ મુદ્દે મતભેદ હોવાના કારણે ત્રીજા ન્યાયાધીશ પાસે મોકલવામાં આવ્યો હતો.
ત્રીજા ન્યાયાધીશના રૂપમાં ન્યાયમૂર્તિ સહાયે રાજ્યમાં સંવિધાનિક સંકટ પેદા કરવા માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આડે હાથ લીધા હતા. તેમને કહ્યું હતું કે રાજ્યપાલને આવી નિમણૂંક કરવાનો વિશેષ અધિકાર છે. ન્યાયમૂર્તિ સહાયે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે લોકાયુક્તના મુદ્દે મુખ્યમંત્રીનું નાટક આપણા લોકતંત્રનું વિખંડન દર્શાવે છે.
રાજ્ય સરકારે હાઇકોર્ટના ચુકાદાને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજ્યપાલ દ્રારા લોકાયુક્તની નિયુક્તિના મામલે એક તરફી વિવેકાધિકારનો ઉપયોગ અનાવશ્યક છે. રાજ્ય સરકારે આ ચુકાદામાં મુખ્યમંત્રી અંગે વાપરવામાં આવેલા કઠોર શબ્દો પર વિરોધ કરતાં આને રેકોર્ડમાંથી નિકાળવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રાજ્યપાલ કમલા બેનીવાલે 25 ઓગષ્ટ 2011ના રોજ સેવાનિવૃત્ત ન્યાયાધીશ આર એ મહેતાને લોકાયુક્ત નિયુક્ત કરી દિધો હતો. રાજ્યમાં લોકાયુક્તનું પદ ગત આઠ વર્ષથી ખાલી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
