સુરતમાં ૧ પ્રિલીમીનરી ટી.પી મંજૂર, કુલ ૧૦,૯૦૦ ઉપરાંત EWS આવાસો બની શકશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ૩ પ્ર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિસ્તારોના વિકાસને વેગવંતો બનાવવા અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોની વધુ પાંચ ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે ઇઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે અમદાવાદ અને સુરત મહાનગરની કુલ ૩ પ્રિલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરી છે.

આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ-ઔડા ની ડ્રાફ્ટ સ્કીમ ૪૧૩-એણાસણ-મુઠીયા-બિલાસીયાને મંજૂરી આપી છે તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયનલ ટી.પી સ્કીમ નં.પ૪ ઓગણજ પણ મંજૂર કરી છે.
મુખ્યમંત્રીએ ઔડાની જે ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં. ૪૧૩ (એણાસણ-મુઠીયા-બિલાસીયા) મંજૂર કરી છે તેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં રસ્તાઓનું ઝડપી અમલીકરણ શકય બનશે. એટલું જ નહિ, આંતર માળખાકીય સુવિધા પ્રાપ્ત થતાં નાગરિક સુખાકારી કામોને પણ વેગ મળશે.
આ ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં કુલ ૩પ.૦૩ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થવાની છે. તેમાંથી ૬.૯૧ હેક્ટર્સમાં ૬ર૦૦ જેટલા EWS આવાસો બની શકશે. બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે પ.૯પ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૬.૧૯ હેક્ટર્સ તથા વેચાણ હેતુસર ૧પ.૯૭ હેક્ટર્સ જમીન મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરની જે બે પ્રિલીમીનરી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે તેમાં ટી.પી ૬૯-કોતરપૂર અને ટી.પી ૩પ જગતપૂરનો સમાવેશ થાય છે. આ બે પ્રિલીમીનરી ટી.પી. સ્કીમ મળીને કુલ ર૭.૦૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
પ્રિલીમીનરી ટી.પી. ૬૯ કોતરપૂરમાં ૭૮૩ જેટલા EWS આવાસો માટે ૦.૮૭ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.૮૬ હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૧.૭૩ હેક્ટર્સ અને વેચાણ હેતુસર ૪.૪૩ હેક્ટર્સ જમીન મળશે.
આ ઉપરાંત પ્રિલીમીનરી ટી.પી-૩પ જગતપૂરમાં ૩.૩પ હેક્ટર્સ જમીન ૩૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે, ૩.૮૧ હેક્ટર્સ જમીન બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન અને ખૂલ્લી જગ્યા માટે, જાહેર સુવિધા માટે ર.પ૯ હેક્ટર્સ અને વેચાણના હેતુ માટે ૮.૩પ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે તેના પરિણામે કુલ ૭.૩૪ હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે.
આ પ્રિલીમીનરી ટી.પી સ્કીમ-૪૧ ડીંડોલીમાં ૧૦૦૦ EWS આવાસોના નિર્માણ માટે ૧.૨૧ હેક્ટર્સ, બાગ-બગીચા તથા રમત-ગમતના મેદાન, ખૂલ્લી જગ્યા માટે ૧.રર હેક્ટર્સ, જાહેર સુવિધા માટે ૩.૪૩ હેક્ટર્સ અને આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોચી વળવા વેચાણના હેતુસર આશરે ૧.૪૭ હેક્ટર્સ જમીન મળશે.
આમ, મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ ટી.પી સ્કીમના પરિણામે કુલ ૧૦,૯૦૦ EWS આવાસો માટે તથા અન્ય વિવિધ હેતુઓ માટે કુલ મળીને ૬૯.૪૧ હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થઇ શકશે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા









Click it and Unblock the Notifications
