અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે યોજાશે રાજ્યકક્ષાનો ધ્વજ વંદન કાર્યક્રમ
“આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયમાં હાલ કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨
"આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં ૭૫ અમૃત સરોવરના નવનિર્માણ-નવિનીકરણનો સંકલ્પ કરવામાં આવ્યો છે. આ સંકલ્પ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજયમાં હાલ કુલ ૨૭૬૭ સ્થળોની અમૃત સરોવ૨ તરીકે પસંદગી કરવામાં આવી છે જે અંતર્ગત ૨,૪૨૨ કામો પ્રગતિમાં છે. જે પૈકી આગામી સ્વાતંત્ર્ય પર્વ-૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ સુધીમાં ૬૬૩ અમૃત સરોવરના લોકાર્પણ કરવામાં આવશે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી સ્વાતંત્ર્ય પર્વ-૧૫ ઓગષ્ટ, ૨૦૨૨ના રોજ ૬૬૩ અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાશે. અમૃત સરોવર અંતર્ગત રાજ્યકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના ધનસુરા ગામ તળાવ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજવામાં આવશે. જ્યારે જિલ્લા મથકોએ મંત્રી મંડળના સભ્યઓના અધ્યક્ષસ્થાને યોજાનાર ધ્વજ વંદન કાર્યક્રમમાં આ અમૃત સરોવરોના લોકાર્પણ કરવામાં આવશે. જે માટે અમૃત સરોવર પર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટિ (CSR) અને લોકભાગીદારીથી વિશેષ સુશોભન કરવામાં આવશે. ઓછામાં ઓછામાં ૧ એકર ક્ષેત્રફળમાં અમૃત સરોવર વિસ્તરેલું હોવાથી પ્રતિ સરોવર અંદાજે ૧૦,૦૦૦ ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થશે જેના પરિણામે જે તે વિસ્તારમાં પાણી સ્તર વધુ ઊંચા આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રીએ કહ્યું હતું કે, મનરેગા અંતર્ગત ૯૫૦, સિંચાઈ વિભાગ હેઠળ ૧૧૪૮, વોટર શેડ-૧૦૬, NHAI-૧૪, વન વિભાગ-૦૨, ૧૫મું નાણાપંચ-૦૧, રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે-૦૯, અન્ય CSR-૨૨૯ તેમજ અન્ય લોક ભાગીદારીથી ૩૦૮ એમ કુલ ૨,૭૬૭ સ્થળો-અમૃત સરોવરની પસંદગી કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
