20 ઓગસ્ટથી શરૂ થશે ભાવનગરથી દિલ્હી અને મુંબઇની ફ્લાઇટ્સ

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, દૈનિક ફ્લાઇટ 20 ઓગસ્ટથી પહેલી વખત દિલ્હી-ભાવનગર અને મુંબઇ-ભાવનગર રૂટ પર કાર્યરત થશે.

નવી દિલ્હી : નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારના રોજ જણાવ્યું હતું કે, દૈનિક ફ્લાઇટ 20 ઓગસ્ટથી પહેલી વખત દિલ્હી-ભાવનગર અને મુંબઇ-ભાવનગર રૂટ પર કાર્યરત થશે. આ રૂટની ફ્લાઇટ્સનું સંચાલન કઇ એરલાઇન કરશે, એ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રીએ કોઇ સ્પષ્ટતા કરી નથી.

Flights from Bhavnagar to Delhi and Mumbai

સિંધિયાએ ટ્વિટર પર આ અંગે માહિતી આપી

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટર પર આ અંગે માહિતી આપતા લખ્યું કે, 20 ઓગસ્ટથી નવી દિલ્હીથી ભાવનગર સુધીની પ્રથમ દૈનિક ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. આ સાથે મુંબઈથી ભાવનગર સુધીની દૈનિક સેવા પણ તે જ દિવસથી શરૂ થશે.

આ ફલાઇટ્સ શરૂ થવાને કારણે ભાવનગરવાસીઓને દિલ્હી તેમજ મુંબઇ જવાઆવવા માટે સરળતા રહેશે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર દ્વારા દેશના ખૂણેખૂણાને હવાઈ સેવાઓ સાથે જોડવા માટે સંકલ્પબદ્ધ છે.

મુંબઈથી ભાવનગર ફ્લાઇટ શેડ્યુલ

મુંબઈથી ભાવનગરની અઠવાડિયામાં ચાર ફલાઈટનું નિયમિત રીતે અવાગમન થાય છે. અઠવાડિયામાં સોમવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે મુંબઈથી ભાવનગર બપોરે 1 કલાક અને 5 મીનિટે આવે છે અને ભાવનગરથી મુંબઈ જવા માટે 1:30 કલાકે ટેક ઓફ કરે છે. આવી જ રીતે અઠવાડિયાના ચારેય દિવસ નિયમીત રીતે ચાલે છે.

ભાવનગરનો વિકાસ કરવાનું જ સરકાર ભૂલી ગઇ

ભાવનગર રાજ્યને ભલે રજવાડાએ પ્રથમ પોતાનું રજવાડું સોંપી દીધું હતું, પણ ભાવનગરના વિકાસ માટે કોઈ કાર્ય આજદિન સુધીમાં આવેલી સરકારોએ કર્યું નથી. આથી ઊલટું જળમાર્ગ, હવાઇમાર્ગ અને રેલમાર્ગોના નામે પણ ભાવનગર સાથે માત્ર અન્યાય જ થયો છે. હાલમાં ભાવનગરથી મુંબઇ ઇન્ડિયા એરલાઇન્સ દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ ચલાવવામાં આવે છે. હવે જોવું રહ્યું કે નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા જાહેર કરવામાં આવેલી આ દૈનિક ફ્લાઇટ્સ શરૂ થાય છે કે કેમ અને જો શરૂ થાય તો તેનું સંચાલન કેટલા દિવસ સુધી કરવામાં આવશે એતો સમય જ બતાવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X