ગુજરાત પ્રવાસે આવશે પૂર્વ કેબિનેટ મંત્રી પ્રકાશ જાવડેકર, આ બુકનુ કરશે પ્રમોશન
પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જવડેકર ગુજરાતના બે દિવસના પ્રવસે આવી રહ્યા છે. તે પોતાના બે દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમા ખાસ પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષન
પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જવડેકર ગુજરાતના બે દિવસના પ્રવસે આવી રહ્યા છે. તે પોતાના બે દિવસના પ્રવાસમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. જેમા ખાસ પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદીના શાસનના 20 વર્ષની ઉઝવણીને લઇને કરવામા આવતા કાર્યક્રમાં ખાસ ઉપસ્થિત રહેશે.

ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રઘાન તરીકે સતત 20 વર્ષથી પ્રજા કલ્યાણના કાર્યોમાં,રાષ્ટ્રની સેવામાં કાર્યરત નરેન્દ્રભાઇ મોદીના સુશાસનના પાયામાં રહેલા કાર્યક્રમો અને કાર્યપદ્ધતીને 21 જેટલા નામાંકિત લેખકો અને ચિંતકોએ અવલોકીને કરેલ લેખનનો સંપુટ મોદી@20 બુક તરીકે પ્રકાશિત થયેલ છે. આ પુસ્તકમાં રજૂ કરવામાં આવેલ બાબતોથી વધુમાં વધુ ભારતવાસીઓ માહિતગાર થાય તે માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યુ છે. આ અભિયાનના રાષ્ટ્રીય કન્વીનર અને ભારત સરકારના પુર્વ માનવ સંશાઘન વિકાસ પ્રઘાન, પર્યાવરણ પ્રઘાન અને રાજયસભાના સાંસદશ્રી પ્રકાશ જાવડેકર મોદી@20 બુક અભિયાનના કાર્યક્રમોમા હાજરી આપવા 30 અને 31 જૂલાઇ એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રકાશ જાવડેકરજી 30 જૂલાઇએ દિલ્લીથી રાજકોટ વિમાન માર્ગે આવશે અને સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલય આયોજીત કાર્યક્રમમાં પ્રમુખ ઓડિટોરીયમ,રૈયારોડ ખાતે સવારે 10.30 કલાકે ઉપસ્થિત રહેશે. 30 જૂલાઇના રોજ બપોરે 3.30 કલાકે સોમનાથ વિશ્વવિદ્યાલય ખાતે ભકત કવિ નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય જૂનાગઢ તેમજ સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલય આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.
31 જૂલાઇના રોજ પ્રકાશ જાવડેકર ગાંઘીનગર સ્થિત બાલ વિશ્વ વિદ્યાલય તેમજ શિક્ષક વિદ્યાલયના સંયુકત ઉપક્રમે આયોજીત કાર્યક્રમમાં સવારે 11.00 કલાકે ઉપસ્થિત રહેશે. કર્ણાવતી મહાનગર ભાજપ દ્વારા આયોજીત પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં સાંજે 04.00 કલાકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે.












Click it and Unblock the Notifications
