સી.આર.પાટીલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર બારૈયાનું ખેસ પહેરાવી સ્વાગત કર્યુ

આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના પ્રાંતિજના પુર્વ ઘારાસભ્ય મહેન્દ્રભાઇ બારૈયા પોતાના સમર્થકો સાતે ભાજપમાં જોડાયા હતા. મહેન્દ્ર બારૈયા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના

આજે ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના પ્રાંતિજના પુર્વ ઘારાસભ્ય મહેન્દ્રભાઇ બારૈયા પોતાના સમર્થકો સાતે ભાજપમાં જોડાયા હતા. મહેન્દ્ર બારૈયા ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાયા હતા. મહેન્દ્રભાઇ બારૈયા આશરે 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રીય હતા તેમને આજે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે તેમની સાથે હડમતીયા ગ્રામા પંચાયતના સરપંચ,ઉંછા ગ્રામ પંચાયતના સરપંચ,છાડરદા ગ્રામ પંચાયતના સરપંચ સહિત વિવિઘ ગામના સરપંચો,કોંગ્રેસના આગેવાન, સહકારી આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

C.R.PATIL

મહેન્દ્રભાઇ બારૈયાએ જણાવ્યું કે, આજે શ્રાવણમાસના શુભ દિવસે ભગવાનને પ્રાર્થના કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં જોડાયો છું. ગુજરાતના વિકાસના ભગીરથ કાર્યમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ નાની કે મોટી જવાબદારી મળશે તે નિષ્ઠાપુર્વક કરીશ. કોંગ્રેસમાં જૂથવાદની ચરમસિમા ખૂબ વધી છે. સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતીમાં જોડાયો છું. હું ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જવાબદારી આપશે તે યોગ્ય રીતે પુર્ણ કરીશ.

આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા, રજનીભાઇ પટેલ, રાજયનામંત્રી ગજેન્દ્રસિંહ પરમાર,સાંસદ દિપસિંહજી, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,પુર્વ સાંસદ જયસિંહજી, પુર્વ ઘારાસભ્યઓ વિ.ડિ.ઝાલા, અશ્વિનભાઇ કોટવાલ, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશના સહ પ્રવકતાઓ ડો.રૂત્વીજ પટેલ, ભરતભાઈ ડાંગર,સાબરકાઠા જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેષભાઇ પટેલ,પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થભાઇ પટેલ, સાબરકાઠા જીલ્લાના પ્રભારીઓ રેખાબેન ચૌઘરી, ભરતભાઇ આર્ય સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X