આજે નિકોલ બંધ, લગ્નનો માહોલ શોકમાં પલટાયો

અમદાવાદ શહેરના નિકોલમાં અમદાવાદ મનપા દ્વારા ગેરકાયદે દબાણ હટાવાવની ઘટનામાં ચાર પટેલોનાં મોત થયા હતા. સંજોગોવશાત આ ચારેય મૃતકો પાટીદાર હોવાથી પાસ દ્વારા આજે નિકોલ બંધનું એલાન આપવામાં આવ્યું છે તેના પગલે આજે નિકોલ તથા આસપાસમાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દરમિયાન અહીં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ છે.

ahmedabad

વળી હંગામા બાદ ગત મોડી રાત્રે જ મૃતકોની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. આ ર્દુઘટનાને ગંભીરતાથી લેતાં સરકારે તપાસના આદેશ આપ્યા છે. અને એક કમિટીની રચના કરવામાં આવી છે, જે આગામી 20 દિવસોમાં અહેવાલ આપશે. આ ઘટનાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી.

-

-

-

-

-

ત્યારે આ ઘટનામાં મૃત્યુ પામનાર ચાર મૃતકોના નામ આ પ્રમાણે છે -
1.મૃગેશ કિરીટભાઈ પટેલ (37) (રહે. - આયુષ્ય સોસાયટી, નિકોલગામ રોડ)
2. મનસુખભાઈ કાળાભાઈ રામાણી (50) (રહે. - બી-9, ઉત્તમનગર ફ્લેટ, નિકોલ રોડ)
3. પોપટભાઈ બાલચંદભાઈ પટેલ (52) (રહે. - એ-7, ઉત્તમનગર ફ્લેટ, નિકોલ રોડ)
4. સુનીલ સુરેશભાઈ પટેલ (23) (રહે. - સી-2, મનોરથ એપાર્ટમેન્ટ, ઉત્તમનગર, નિકોલ રોડ)

નોંધનીય છે કે ઉપરોક્ત પૈકી પોપટભાઈ પટેલની પુત્રીના લગ્ન 27મી એપ્રિલે હતા અને દિકરીના લગ્નની કંકોત્રી પણ વહેંચાઈ હતી. આ બનાવથી પરિવારનાં શોકની કાલિમા પથરાઈ ગઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X