કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાતના ચાર પોલીસકર્મી સસ્પેન્ડ, 3 ફરાર
કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાતના ચાર પોલીસકર્મી સસ્પેન્ડ, 3 ફરાર
કચ્છના મુંદ્રા ખાતે થોડા દિવસે પહેલાં ચોરીના આરોપમાં પકડાયેલા એક વ્યક્તિનું કસ્ટડી દરમ્યાન જ નિધન થયું હતું જે બાદ એક પોલીસ ઈન્સપેક્ટર અને ત્રણ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા. આ અંગે એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે હત્યાના આરોપી ત્રણ કોન્સ્ટેબલ ફરાર છે અને તેમને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મૃતકના એક સંબંધી દ્વારા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કથિત રીતે મુંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા કોન્સ્ટેબલોની કસ્ટડીમાં છ દિવસ રહ્યા બાદ અરજન ગઢવીને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યા 19 જાન્યુઆરીએ ઈલાજ દરમ્યાન તેનું મોત થયું હતું.
કચ્છ પશ્ચિમના પોલીસ અધિકારી સૌરભ સિંહે કહ્યું કે, પોલીસ ઈન્સપેક્ટર જે એ પઢિયારને કર્તવ્યપાલન કરવામાં નિષ્ફળતાના પગલે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ત્રણ કોન્સ્ટેબલ પર હત્યાનો મામલો નોંધી તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મામલે કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ, અશોક કન્નડ અને જયદેવ સિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સૌરભ સિંહે કહ્યું કે, મેં ત્રણેય આરોપી કોન્સ્ટેબલ અને મુંદ્રાના એક પોલીસ ઈન્સપેક્રટરને સસ્પેન્ડ કરાવી દીધા છે. ત્રણેય કોન્સ્ટેબલ હાલ ફરાર છે અને તેમને પકડવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. એફઆઈઆર મુજબ મુંદ્રા તાલુકાના સમાઘોઘા ગામના નિવાસી અરજન ગઢવીને ચોરીના એક મામલામાં શકના આધારે ત્રણેય કોન્સ્ટેબલે પકડ્યો હતો.
ફરિયાદ મુજબ અરજન ગઢવીની ધરપકડ દેખાડવા અને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવાને બદલે કોન્સ્ટેબલે કથિત રીતે તેને ગેરકાયદેસર કસ્ટડીમાં રાખ્યો અને ગુન્હો સ્વીકારવા માટે ટોર્ચર કર્યો. એફઆઈઆર મુજબ જ્યારે ફરિયાદી અને અન્ય 16 લોકો અરજન ગઢવી વિશે પૂછપરછ માટે પોલીસ સ્ટેશને પૂછ્યા તો અરજન ગઢવીએ તેમને જમાવ્યું કે કોન્સ્ટેબલોએ તેને માર્યો અને વીજળીના ઝાટકા પણ આપ્યા.












Click it and Unblock the Notifications
