For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અંબાજીમાં પ્રવેશવા ભક્તો પદયાત્રીઓ માટે મફત બસ સેવા

|
Google Oneindia Gujarati News

પાલનપુર, 19 ઓગસ્ટ : આ વર્ષે યાત્રાધામ અંબાજીમાં 13 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો ભરાઈ રહ્યો છે. આ ભાદરવી મેળામાં ભાગ લેવા માટે હજારો માઈ ભક્તો પદયાત્રા કરીને અંબાજી પહોંચે છે. આગામી ભાદરવી મહામેળો યોજાશે તેમાં ભક્તો તેમજ પદયાત્રીઓ માટે મંદિર સંકુલ સુધી પહોંચવા માટે મફત બસ સેવા પૂરી પાડવામાં આવશે.

આ બાબતમાં ગૃહ રાજ્યપ્રધાનની ઉપસ્થિતિમાં અંબાજી ખાતે પૂનમિયા સંઘની મીટિંગ યોજાઈ હતી. જેમાં 900 જેટલા પદયાત્રી સંઘના આગેવાનો હાજર રહ્યા હતા. જિલ્લા કલેક્ટર જે જી હિંગરાજિયાએ જણાવ્યું હતું કે "આ પ્રસંગને પ્રેરણાદાયી બનાવવાનો અમારો હેતુ છે. જેમાં પદયાત્રી સંઘોને સ્વયં શિસ્ત જાળવવા અને વહીવટીતંત્રને સહકાર આપવા તાકીદ કરવામાં આવી છે."

ambaji-temple

જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે "મેળા દરમિયાન સરકારી કર્મચારી કે અધિકારીઓ જેઓ ફરજ ઉપર નહીં હોય છતાં સરકારી વાહન લઇને ફરતા હશે તેમના પર કડક કાર્યવાહી હાથ ધરાશે. તેમને વિવિધ ધર્મશાળા, ગેસ્ટહાઉસના રૂમો ઉપર કબજો જમાવવા નહીં દેવાય. તેમજ તેમના પરિવારજનોને સરકારી વાહનમાં ફરવા દેવાતા રોકવામાં આવશે."

પદયાત્રા સંઘ તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પદયાત્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે માતાના દર્શને આવતાં તમામ યાત્રિક કે પદયાત્રીએ ઘરેથી નીકળતાં પહેલાં એક છોડ વાવીને જ યાત્રા માટે પ્રસ્થાન કરવું.

બેઠકમાં લેવાયેલા નિર્ણયો
- માતાજીની આસ્થાના પ્રતીક સમી ધજા માપસર લાવવી
- ધજા ચઢાવ્યા બાદ પરત લઇ જવી
- સેવા કેમ્પ નજીક રસ્તા ઉપર બમ્પર બનાવવા નહીં
- રસ્તાથી સેવા કેમ્પ પાંચથી 10 ફુટ દૂર રાખવા

English summary
Free bus service for devotees to enter in Ambaji
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X