For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં G20 મીટિંગના રિયલટાઇમ અપડેટ સોશિયલ મીડિયાના માધ્યમથી મળશે

ભારત જી20 દેશોની અધ્યક્ષતા કરી રહ્યુ છે તેવા સંજોગોમાં સોશીયલ મીડિયા પર તેનો પ્રચાર પ્રસાર થઇ શકે તે માટે વિવિધ કાર્યક્રમોની મહિતી સોશીયલ મીડિયાના માધ્યથી મળી રહે તે માટે ટ્વીટર,ફેસબૂક સહિતના માધ્યમોમાં પેજ બનાવામાં આવ્ય

|
Google Oneindia Gujarati News

18 જાન્યુઆરી, ગાંધીનગર: આપણે જ્યારે 'આઝાદી કા અમૃત મહોત્સવ' ઉજવી રહ્યા છીએ ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને G20 નું પ્રમુખપદ મળ્યું, તે એક ઐતિહાસિક ક્ષણ બની છે.

G20 SUMMIT

ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ એક વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. આ દરમિયાન 22થી 24 જાન્યુઆરી સુધી બિઝનેસ 20 (B20) ની શરૂઆતની બેઠકોનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. અલગ અલગ સ્થળોએ કુલ 15 G20 બેઠકોની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે. રાજ્યમાં વિવિધ સ્થળો. ગુજરાતમાં ધિરાણ, બેંકિંગ, વેપાર અને રોકાણ, ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને આબોહવા, પર્યટન અને મહિલા સશક્તિકરણને લગતી મહત્વપૂર્ણ G20 ઇવેન્ટ્સનું આયોજન કરશે.

ગુજરાતમાં G20 અંગેના સમયસરના અપડેટ અને જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ લાઇવ થઇ ગયા છે. તેમાં G20ના અપડેટ્સ સાથે અન્ય રસપ્રદ માહિતી તેમજ ગુજરાતની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ, વારસો અને ખાસિયતોને વિશ્વ સમક્ષ પ્રસ્તૂત કરવામાં આવશે અને અહીં પધારેલા ડેલિગેટ્સ પણ તેનાથી માહિતગાર થશે.

અત્યાર સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માનનીય મુખ્યમંત્રી તેમજ નાણા મંત્રીના વીડિયો સંદેશ અને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી છે.

ઇન્સ્ટાગ્રામ: https://instagram.com/g20gujarat?igshid=YmMyMTA2M2Y=
ટ્વિટર: https://twitter.com/g20gujarat?s=11&t=fNVUC99Iezh4_X_NU05fDQ
ફેસબુક: https://www.facebook.com/G20Gujarat?mibextid=LQQJ4d
યુટ્યુબ: https://www.youtube.com/@G20_Gujarat

English summary
G20 official social media accounts launched in Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X