ગાંધીનગર: 23 ઓક્ટોબરથી ગુમ છે NIDના આસિ. પ્રોફેસર

Subscribe to Oneindia News

ગાંધીનગર એનઆઇડી(નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન)માં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા નીલમ મણી નામની વ્યક્તિ ભેદી સંજોગોમાં ગોદરેજ ગાર્ડન સીટીમાં આવેલા તેમના ફ્લેટ ખાતેથી ગુમ થઇ જવાની ચોંકાવાનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ચાંદખેડા પોલીસે જાણવા જોગ નોંધ કરીને તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગતો એવી છે કે, 25 વર્ષીય નલિન મણી ગાંધીનગર એનઆઇડીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે અને ગોદરેજ ગાર્ડન સીટીમાં રહે છે. ગત તારીખ 23મી ઓક્ટોબરના રોજ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તે ઘરેથી એનઆઇડી જવા માટે નીકળ્યા હતા.

gandhinagar

તેમણે તેમની પત્નીને આ અંગે મેસેજ પણ કર્યો હતો. જો કે, ત્યારબાદ તેમનો મોબાઇલ ફોન ભેદી સંજોગોમાં સ્વીચ ઓફ થઇ ગયો હતો. જેથી તેમની પત્નીએ એનઆઇડી પર તપાસ કરી હતી, પરંતુ તેઓ એનઆઇડી પણ નહોતા પહોંચ્યા. ત્યાર બાદ તપાસ કરતા તેમના લેપટોપમાંથી અમદાવાદ-દિલ્હીની ફ્લાઇટની ટિકીટ મળી આવી હતી. જેથી તેમની પત્નીએ દિલ્હી ખાતે પણ તપાસ કરી હતી, પરંતુ તેઓ દિલ્હી પણ પહોંચ્યા નહોતા. ચાંદખેડા પોલીસ પણ હજુ સુધી ગુમ થયેલા પ્રોફેસર અગે કોઇ માહિતી મેળવી શકી નથી. આથી આ બનાવને લઇને અનેક સવાલો ઉભા થયા છે.

English summary
Gandhinagar: Assistant Prof. of NID has gone missing since 23rd October.
Please Wait while comments are loading...