Gandhinagar Lok Sabha Election 2024 Live: ગાંધીનગરમાં વાણિયા વર્સિસ પટેલનો જંગ, મતદાન ચાલુ

Gandhinagar Lok Sabha Election 2024 Live and Latest News: લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે ગુજરાતની 25 લોકસભા સીટ પર મતદાન થઇ રહ્યું છે. ગુજરાતમાં એક તબક્કામાં તમામ 26 સીટ પર મતદાન થવાનું હતું પરંતુ સુરત સીટ બિનહરીફ જાહેર થતાં હવે 25 સીટ પર મતદાન થઈ રહ્યું છે. ગુજરાતમાં ભાજપ તમામ સીટ જીતતું આવ્યું છે પરંતુ લોકસભા ચૂંટણી 2024માં ક્ષત્રિયોએ ભાજપ સામે બાંયો ચડાવી છે ત્યારે પરષોત્તમ રૂપાલા સામેની નારાજગી ભાજપને કેટલું નુકસાન પહોંચાડે તે જોવું રહ્યું.

Gandhinagar loksabha election live

ગાંધીનગર લોકસભા સીટ પર અમિત શાહની સામે કોંગ્રેસના સોનલ પટેલ ચૂંટણી જંગ લડી રહ્યાં છે. ત્યારે ભાજપના સિંહને હરાવવા પટેલો શું કોંગ્રેસના પટેલ ઉમેદવારને મદદ કરશે કે નહીં તે તો ગાંધીનગરના મતદારોનો મિઝાઝ જ જણાવશે. ગાંધીનગર લોકસભા સીટની તમામ લાઇવ અપડેટ અહીં ઉપલબ્ધ છે.

- સઘન સુરક્ષા વચ્ચે મતદાનનો પ્રારંભ થયો, ગુજરાતની તમામ 25 સીટ પર થઇ રહ્યું છે મતદાન.

- ગાંધીનગરથી ભાજપના ઉમેદવાર અમિત શાહ સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલ મેદાન-એ-જંગમાં

-ગાંધીનગરમાં આજે વહેલી સવારે 7 વાગ્યેથી મતદાન શરૂ થઇ ગયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X