For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gandhinagar MNC Result 2021 Live: ગાંધીનગર મનપામાં ભાજપનો ભવ્ય વિજય, મેળવી સ્પષ્ટ બહુમતી

ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે (5 ઓક્ટોબર) યોજાશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગાંધીનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી આજે મંગળવારે (5 ઓક્ટોબર) યોજાશે. આ ચૂંટણીમાં સરેરાશ 56.24 ટકા મતદાન થયુ હતુ. કોર્પોરેશન વિસ્તારના 11 વૉર્ડમાં ઉભા કરાયેલા કુલ 284 બુથ પર 86,024 પુરુષ અને 77,508 મહિલા મળીને કુલ 1,58,532 નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના રાજકીય અપક્ષો મળીને કુલ 162 ઉમેદવારો મેદાનમાં છે. મત ગણતરીની પળેપળની અપડેટ માટે જોતા રહો ગુજરાતી વન ઈન્ડિયા...

bjp

Newest First Oldest First
4:18 PM, 5 Oct

કમલમ્ ખાતે ભાજપે વિજયોત્સવની ઉજવણી કરી
4:17 PM, 5 Oct

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વોટશેર વહેંચાઈ જતાં ભાજપને જીતવું સહેલું પડ્યું.
12:39 PM, 5 Oct

થોડીવારમાં CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલ કમલમ્ પહોંચશે, કમલમ્ ખાતે યોજાશે વિજયોત્સવ
12:38 PM, 5 Oct

ગાંધીનગર વોર્ડ નં-8 માં ભાજપના ચારેય ઉમેદવાર વિજેતા. ભાજપના ઉમેદવાર ઉષાબેન ઠાકોર 7270 મત, છાયાબેન ત્રિવેદી 7130 મત, રાજેશ પટેલ 7401 મત, હિતેશ મકવાણા 6282 મત મળ્યા.
12:37 PM, 5 Oct

ભરૂચઃ વોર્ડ નંબર 10 ની પેટા ચૂંટણીની મત ગણતરી પૂર્ણ. AIMIM ના ઉમેદવાર સાદેકા બીબી શાહનવાઝ શેખનો વિજય. કોંગ્રેસના ગઢ માં ઓવૈસીની પાર્ટીએ પાડ્યું ગાબડું
12:37 PM, 5 Oct

ગાંધીનગર કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું, વોર્ડ નં 6 થી આપ પાર્ટીના તુષાર પરીખની જીત, અન્ય ત્રણ બેઠક પર ભાજપની જીત
12:34 PM, 5 Oct

તાપી જિલ્લા પંચાયતની કરંજવેલ બેઠક પર ભાજપનો વિજય. ભાજપના મધુબેન ગામીતનો વિજય. વર્ષોથી કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપનો કબજો. સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ. કોંગ્રેસના ધારાસભ્ય પુનાજી ગામીતનું ગામ છે કરંજવેલ.
12:34 PM, 5 Oct

Dwarka : ઓખા નગર પાલિકા કુલ બેઠક 36 માંથી ભાજપ 34 પર જીત, કોંગ્રેસ 2 પર જીત. બહુમતી સાથે ઓખા નગર પાલિકા પર ફરી વખત ભગવો લેહરાવી સત્તા મેળવી
12:33 PM, 5 Oct

અમદાવાદ મહાનગર પાલીકાની બે સીટની પેટાચૂંટણીમાં ભાજપની જીત. ચાંદખેડા અને ઈસનપુર સીટ પર ભાજપની જીત
11:26 AM, 5 Oct

વૉર્ડ નંબર 10માં ભાજપની પેનલનો વિજય થયો છે. આ સાથે ભાજપે મનપામાં બહુમતી મેળવી લીધી છે.
11:25 AM, 5 Oct

કમલમાં 12 વાગે વિજયોત્સવ થશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલ હાજરી આપશે.
11:10 AM, 5 Oct

ભાજપ-27, કોંગ્રેસ-2 અને આમ આદમી પાર્ટી 0 બેઠક પર આગળ
11:10 AM, 5 Oct

ભાજપના મૌલિક પટેલની ઇસનપુર વોર્ડ 45માં 13,818 વોટથી જીત થઇ છે.
11:07 AM, 5 Oct

વૉર્ડ નંબર 10માં બીજા રાઉન્ડના અંતે પણ ભાજપની પેનલ આગળ. ભાજપ જીત તરફ.
11:07 AM, 5 Oct

ભાજપે ઉજવણી શરૂ કરી
11:06 AM, 5 Oct

વૉર્ડ નંબરની તમામ બેઠકો પર ભાજપનો વિજય, અંજનાબેન મહેતા, રાકેશ પટેલ, મીનાબેન મકવાણા અને નટવરજી ઠાકોરનો વિજય થયો છે.
11:02 AM, 5 Oct

ગાંધીનગર મનપામાં બહુમતી માટે 23 બેઠકો જોઈએ ત્યારે અત્યારે ભાજપે 19 બેઠકો પર વિજય મેળવ્યો છે. હવે બહુમતી માટે વધુ 4 બેઠકો જોઈએ.
11:01 AM, 5 Oct

ભાજપ-24, કોંગ્રેસ-2 અને આમ આદમી પાર્ટી 0 બેઠક પર આગળ
10:44 AM, 5 Oct

ગાંધીનગર વોર્ડ નં-7 માં ભાજપની પેનલ જીતી

કિંજલબેન ઠાકોર- 5746 પ્રેમલસિંહ ગોલ- 6581 શૈલેષ પટેલ- 6314 સોનલબા વાઘેલા- 6394
10:44 AM, 5 Oct

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ: સવારે 10.30 વાગ્યા સુધીના ટ્રેન્ડ અનુસાર 19 બેઠકો પર ભાજપ જ્યારે એક પર કોંગ્રેસ આગળ.
10:44 AM, 5 Oct

ભરૂચ નપાના વોર્ડ 10 માં #AIMIM એ મારી બાજી..
10:44 AM, 5 Oct

ખેડા - ડાકોર પાલિકા પેટા ચૂંટણી પરિણામ

વોર્ડ 1 અપક્ષ સુમિત્રા ચૌહાણ અપક્ષ જીત વોર્ડ 4 કામક્ષી ખંભોળજા અપક્ષ જીત વોર્ડ 4 મમતા શાહ અપક્ષ જીત વોર્ડ 6 ચેતન ઉપાધ્યાય ભાજપ જીત
10:43 AM, 5 Oct

વ્યારા તાલુકા પંચાયતની ઘાટા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય. ભાજપના ઉમેદવાર પ્રવીણ ચૌધરીનો વિજય. કોંગ્રેસ પાસેથી ઘાટા બેઠક ભાજપે મેળવી.
10:42 AM, 5 Oct

ગાંધીનગર વોર્ડ 2 માં ભાજપની જીત, ચારેય ઉમેદવારો જીત્યા.
10:42 AM, 5 Oct

સાણંદ તાલુકા પંચાયતની ઝાંપની સીટ પર ભાજપના ઉમેદવારની જીત
10:42 AM, 5 Oct

ભચાઉ નગરપાલિકાની ચૂંટણીનું પરીણામ જાહેર

ભાજપના ઉમેદવાર 1268 મતે બન્યા વિજેતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારને માત્ર 109 મત જ મળ્યા. નોટામાં 30 લોકોએ વોટિંગ કર્યું. ફરી એકવખત વોર્ડ નંબર 2ની ખાલી સીટ ભાજપના ફાળે.
10:41 AM, 5 Oct

ગાંધીનગર: વોર્ડ નંબર 9 માં ભાજપની પેનલ વિજેતા જાહેર
10:41 AM, 5 Oct

ગાંધીનગર

વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત. વોર્ડ 3 માં પેનલ તૂટી, ભાજપ 3 કોંગ્રેસ 1 બેઠક પર જીત
10:40 AM, 5 Oct

માંડવી તાલુકા પંચાયતની દઢવાડા- 4 બેઠક પર ભાજપ ની જીત દઢવાડા- 4 બેઠકની યોજાઈ હતી પેટા ચૂંટણી પેટા ચૂંટણીમાં ભાજપના કમલેશ ચૌધરીનો થયો વિજય
10:38 AM, 5 Oct

વૉર્ડ નંબર 7માં ભાજપના તમામ ઉમેદવારોની જીત. કિંજલ ઠાકોર, પ્રેમલસિંહ ગોલ, શૈલેષ પટેલ, સોનલબા વાઘેલા
READ MORE

English summary
Gandhinagar Manapa result 2021 today live update in GUjarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X