ગાંધીનગર મનપાના પરિણામો, ભાજપ કોંગ્રેસ વચ્ચે થઇ ટાઈ

આજે છે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ. જે અનેક રાજકારણના અનેક સમીકરણોને સ્પષ્ટ કરશે. આજે આનંદીબેનને જેટલો મહત્વનો દિવસ છે એટલો જ મહત્વનો દિવસ કોંગ્રેસ માટે પણ છે. જેના બે કારણો છે એક તો ગાંધીનગર રાજ્યની રાજધાની તો છે જ રાજકારણનું પણ એપીસેન્ટર છે. તો બીજી તરફ આ ગાંધીનગર મહાનગરપાલિકાની આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મહેસાણા હિંસા બાદ થઇ રહી છે.

gandhinagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામીણ સ્તરે ક્રોંગ્રેસનું પલડું ભારે રહ્યું હતું. તેને પાટીદાર આંદોલનનો ફાયદો મળ્યો હતો. પણ તે પછી હાલની ચૂંટણીમાં મુદ્દો અલગ છે. એક તો આ શહેરની ચૂંટણી છે અને બીજી વાતએ કે પાટીદાર આંદોલનમાં પણ હવે ફૂટપાટ થઇ રહી છે. અને ક્યાંક લોકોને પણ તેવું લાગી રહ્યું છે કે પાટીદાર આંદોલનના નામે ખાલી રાજકારણ રમાય છે.

ગાંધીનગર મહાનગર પાલિકાની પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં ભારે રસાકસી પછી ટાઇ પડતાં આખો મામલો રસપ્રદ બની ગયો છે. મહાનગર પાલિકાના આઠ વોર્ડની 32 બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસ બંનેને ફાળે 16-16 બેઠકો આવી છે. સાત વોર્ડની ચુંટણી પછી ભાજપને 13 બેઠકો અને કોંગ્રેસને 15 બેઠકો મળી હતી, વોર્ડ નંબર 8ના મત ગણતરીમાં શરૂઆતમાં ભાજપ આગળ હતો ત્યારે ભાજપ સત્તા કબ્જે કરી લેશે તેમ લાગતું હતું પરંતુ છેલ્લુ પરિણામમાં આવાત એક બેઠક કોંગ્રેસેને ફાળે જતા ટાઈ પડી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X