દમણની યુવતી પર વલ્લભ વિદ્યાનગરના 10 યુવકો કર્યો ગેંગરેપ
દમણની યુવતી જોડે ઇસ્ટ્રાંગ્રામથી સંપર્કમાં આવનાર યુવકે તેના મિત્રો સાથે મળીને આણંદમાં સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાન ઘટના સામે આવતા સવારથી જ આ ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીએ દમણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેને આધારે દમણ સંધ પ્રદેશની પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આણંદથી 11 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી છે.
યુવતીના જણાવ્યા પ્રમાણે તેનો પ્રેમી યુવક તેને મળવા આવ્યો હતો. તે એક સફેદ કલરની ગાડીમાં તેના બીજા મિત્રો સાથે આવ્યો હતો. આ યુવક કોલેજોના બીજા વર્ષમાં અને તેના મિત્રો આણંદની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થીઓ યુવતીને દમણના ભીમપોર ખાતે લઇ ગયા હતા જ્યાં તેની ઉપર સામુહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે 22મી એપ્રિલે યુવતીને ડરાવી ધમકાવીને કારમાં અપહરણ કરીને આણંદ લઇ જઇ ફરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અને તે જ દિવસે યુવતીને દમણ ખાતે છોડીને તમામ યુવકો ફરાર થઇ ગયા હતા.

પોલીસે યુવતીનો મેડીકલ ટેસ્ટ કરાવતા દુષ્કર્મ થયાનું સ્પષ્ટ થતા ફરિયાદ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યુ હતું કે તેની ઉપર 10 જેટલા યુવકોએ દુષ્કર્મ કર્યા આચર્યું હતું. જે બાદ આણંદ કોલેજમાં અભ્યાસ કરતા 11 વિદ્યાર્થીઓની અટકાયત કરી છે. વળી હાલ આ ફરિયાદ દમણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર બી.ટી. પુરોહિત સોમવારે વિદ્યાનગર ખાતે આવ્યા હતા અને તેમણે વિદ્યાનગર પોલીસની મદદ લઈ તપાસ હાથ ધરી હતી તેમજ યુવતીએ આપેલા નામ-સરનામાં પરથી ગેંગરેપમાં સંડોવાયેલા તમામ શકમંદોની અટકાયત કરી હતી. પ્રાથમિક વિગતો અનુસાર અટકાયત કરવામાં આવેલા યુવકો સુરત, ભાવનગર તેમજ આણંદના છે તેમજ યુવતીનો પ્રેમી છે જેણે પીડિતા સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં આવ્યો હતો તે સુરતનો છે.












Click it and Unblock the Notifications
