વિરમગામમાં 3 મહિલા, અને એક યુવતી પર ગેંગરેપ

gang rape
વિરમગામ, 20 ઓગસ્ટ: વિરમગામમાં બની રહેલી નર્મદા સબ કેનાલમાં મજૂરી માટે રોકાયેલી ત્રણ આદિવાસી મહિલા અને એક કિશોરી પર સાત અજાણ્યા નરાધમોએ સામુહિક બળાત્કાર ગૂજાર્યો હતો. નરાધમોએ આ મહિલાઓ પર તેમના બાળકોને બાનમાં રાખી બળાત્કાર ગૂજાર્યો હતો. બાદમાં આ અજાણ્યા શખશોએ મહિલાઓના દરદાગીના અને રોકડ રકમ સહિત 50,000 હજારની મત્તા લૂંટી ગયા.

પોલીસે આપેલી માહિતી અનુસાર બધી જ મહિલાઓ અલગ અલગ પરિવારોની હતી અને તેઓ દાહોદના ગરબાડા તાલુકાની રહેવાસી છે. તેમણે જણાવ્યું કે વિરમગામના હાંસલપુર તાલુકામાં આ મહિલાઓ નર્મદા સબ કેનાલના નિર્માણ કામ માટે અહીં પ્લાસ્ટિકના તંબૂ બનાવીને અહીં રોકાઇ હતી. રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ સાત અજાણ્યા લોકો તેમના તંબૂમાં ઘૂસી ગયા હતા.

પોલીસે જણાવ્યું કે અજાણ્યા લોકોએ મહિલાઓને તેમના પતિથી અલગ કરી દીધા, અને એક અજાણી જગ્યાએ લઇ જઇ તેમની પર એક પછી એક બળાત્કાર ગૂજાર્યો હતો. ત્યારબાદ તેમણે મહિલાઓ પાસેથી 30 હજર રૂપિયાની રોકડ રકમ અને 20 હજાર રૂપિયાની કિંમતના દાગીના લૂંટીને ફરાર થઇ ગયા હતા.

મહિલાઓએ જણાવ્યું કે તમામ આરોપીઓ નશામાં ધૂત હતા. વિરમગામ પોલી આ ઘટના અંગેની તપાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X