ગુજરાતની ચૂંટણીમાં 'ભાઇ' લોકોની મહત્વપૂર્ણ ભૂમિકા

gujarat-map
પોરબંદર, 4 ડિસેમ્બર: ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંદર અને રાજકોટ જિલ્લ્માં કેટલાક વિધાનસભા ક્ષેત્રોમાં ગેંગ અને શૂરવીર લોકો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

હાલના સમયમાં પોરબંદર અપરાધિક ગતિવિધિઓનો ગઢ માનવામાં આવે છે, જ્યાં સંતોકબેન જાડેજા ગૉડમધરના રૂપમાં આપણી સમક્ષ આવી હતી. પોરબંદરમાં ગેંગ ફરી મેદાનમાં ઉતરી છે. રાજકોટના ગોંડલ જિલ્લામાં પણ રાજનૈતિક શક્તિઓને અપરાધિક માધ્યમથી પ્રોત્સાહન મળી રહ્યું છે.

ભાવનગર (ગ્રામીણ) સીટ પરથી ચૂંટણી લડી રહેલા ગુજરાતના મત્સ્ય પાલન મંત્રી પુરૂષોત્તમ સોલંકી માફિયાઓની સાથે સંબંધ ધરાવતા હોવાથી વિવાદોમાં રહ્યાં હતા. કોળી સમુદાયના પ્રભાવશાળી નેતા અને 1993ના મુંબઇ રમખાણોના આરોપી પુરૂષોત્તમ સોલંકી તેમના સમર્થકોમાં ભાઇના રૂપમાં જાણીતા છે, તાજેતરમાં તેમના પર 400 કરોડ રૂપિયાના મત્સ્ય ગોટાળાના આરોપો લાગેલા છે. તે માટે રાજ્ય સરકારે તેમના વિરૂદ્ધ કેસ ચલાવવાની પરવાનગી આપી દિધી છે.

જોકે આ વિશે તેમની પત્નીનો અલગ અભિપ્રાય છે. પુરૂષોત્તમ સોલંકીએ ઉમેદવારી પત્ર ભર્યા પછી એક ગામમાં રેલી સંબોધિત કરતાં તેમને કહ્યું હતું કે જ્યારે તમે ચૂંટી રહ્યા છો તો શું તમે સુરક્ષિત અને સ્વતંત્ર મહસૂસ નહી કરી રહ્યાં, શું તમને કોઇપણ પ્રકારની ધમકી સામનો કરવો પડે છે. ક્ષત્રિય જાતિના કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ ચૂંટણી મેદાનમાં તેમના વિરૂદ્ધમાં ઉતર્યા છે. આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે બંને પ્રથમ વખત બંને વચ્ચે ટક્કર થઇ રહી હોય. ભાવનગર (ગ્રામીણ) ચૂંટણી ક્ષેત્રમાં બે લાખ 20 હજાર મતદારો છે. તેમાંથી 25 ટકા કોળી સમુદાયના છે. પોરબંદરમાં રાજકીય સત્તા મેળવવા માટે પ્રતિદ્રંદ્રી ગેંગ વચ્ચેની લડાઇ છે.

ઑક્ટોબર 2012માં પોરબંદરના સ્થાનિક સમાચારપત્રોમાં એક જાહેરાત છપાઇ હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે જો તમારી પાસે મારા નામ પર જબરજસ્તી પૂર્વક વસૂલી કે ખંડણી માંગે તો મને બોલાવી લેજો. આ જાહેરાત બીજા કોઇને નહી પણ સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાએ છપાવી હતી. તે કુતિયાણા સીટ પરથી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી રહ્યાં છે.

કાંધલ જાડેજા ત્રણ ભાઇ ભોજાભાઇ, શરમણભાઇ અને કાનાભાઓ તેમના ચૂંટણી પ્રચારની કમાન સંભાળી છે. કુતિયાણા સીટ જાડેજા પરિવારના પ્રભાવવાળી માનવામાં આવે છે. સંતોકબેન જાડેજા સૌ પ્રથમ આ સીટ પરથી તાલુકા પંચાયત માટે ચૂંટાયા હતા અને 1995માં તેમને 85.92 ટકા મતો સાથે વિધાનસભા ચૂંટણી જીતી હતી.

આ સીટ પર કાંધલ જાડેજાની વિરૂદ્ધ કરશનભાઇ દુલાભાઇ ઓડેદરા ચૂંટણી લડી રહ્યાં છે. કરશનભાઇ ઓડેદરાના ભાઇ ભીમાભાઇ ઓડેદરા પ્રદેશ કોંગેસ સમિતિના અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાના સહયોગી કોંગ્રેસ કાર્યકર્તા મુલૂ મોઢવાડિયાની હત્યાની હત્યાના ગુનામાં જેલમાં બંધ છે.

મોઢવાડિયા પણ પોતાની પોરબંદર સીટને કાયમ રાખવા માટે ચૂંટણી મેદાનમાં છે. મોઢવાડિયા વિરૂદ્ધ ભીમા દુલાના પિતરાઈ ભાઇ અને ભાજપના પૂર્વ મંત્રી બાબૂ બોખિરિયા ભાજપના ઉમેદવાર છે. 2007માં મોઢવાડિયા સામે હારનાર બોખિરિયા પણ મૂલૂ મોઢવાડિયાની હત્યામાં સંડોવાયેલા છે.

કાંધલ જાડેજા પર હત્યા, હત્યાના પ્રયત્ન અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના મુદ્દે 18 જેટલા કેસ ચાલી રહ્યાં છે, તો ઓડેડરા પણ તરસ્કરી, વસૂલી, હત્યાના કેસમાં સામેલ છે, તેમને કાંધલ જાડેજા પ્રતિદ્રંદ્રી માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X