Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હવે મોટી નગરપાલિકાઓના આસપાસના ગામનો કચરો પણ ડમ્‍પીંગ સાઈટમાં ડમ્પ કરાશે

રાજ્ય સરકારે નગરપાલિકાઓ આસપાસના ગામડાઓની સ્વચ્છતાને લઈને મોટો નિર્ણય કર્યો છે. હવે રાજ્યની અ વર્ગની નગરપાલિકાઓની પાંચ કિલોમીટરની ત્રિજ્યા-આઉટગ્રોથ વિસ્તારમાં આવતી ગ્રામ પંચાયતોમાં એકત્ર કરવામાં આવતા ડોર-ટુ-ડોર ઘન કચરાનો નિકાલ નજીકની અ વર્ગની નગરપાલિકાની ડમ્‍પીંગ સાઈટ પર કરવામાં આવશે.

bhupendra patel

અત્યારે રાજ્યમાં ૮ મહાનગરપાલિકાઓનાં આઉટ્ગ્રોથ વિસ્તારમાં આવેલા ગામો-નગરપાલિકાઓમાં અમલી આ વ્યવસ્થાને વધુ વિસ્તૃત બનાવી રાજ્યની અ વર્ગની બાવીસ નગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તારમાં સમાવિષ્ટ ૧૭૪ ગ્રામ પંચાયતોને આ અન્‍વયે આવરી લેવાનો નિર્ણય કરાયો છે.

ગ્રામ પંચાયતો દ્વારા પોતાના વિસ્તારોમાં ડોર ટુ ડોર ઘન કચરો એકત્ર કરવાની તેમજ તેને નજીકની નગરપાલિકાની ડમ્‍પીંગ સાઈટ પર લાવવાની જવાબદારી નિભાવવાની રહેશે. આવા ઘન કચરાના પ્રોસેસીંગની જવાબદારી સંબંધીત નગરપાલીકાને સોંપવામાં આવી છે.

હાલમાં જ યોજાયેલી રાજ્ય સરકારની વાર્ષિક ચિંતન શિબિરનાં ચર્ચા સત્રો દરમિયાન પંચાયતી રાજ્ય વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનાવવા થયેલા વિસ્તૃત ચર્ચા-મંથનની ફલશ્રુતી રૂપે મુખ્યમંત્રીએ ગ્રામીણ સ્વછતા વધુ સુદૃઢ બનાવવા કરેલા આ નિર્ણયનાં પરિણામે ગ્રામ પંચાયત વિસ્તારોમાં સ્વછતા સફાઈને લગતી કામગીરીનું તમામ પ્રકારનું આયોજન, દેખરેખ અને અમલીકરણ તેમજ નિર્ણયો અંગેની સંપૂર્ણ સત્તા પાંચ સભ્યોની જિલ્લા કક્ષાની સમિતી હસ્તક રહેશે.

જિલ્લા કક્ષાની આવી સમિતીનાં અધ્યક્ષ તરીકે સંબંધીત જિલ્લાનાં જિલ્લા કલેક્ટર અને જે તે જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીનાં નિયામક સભ્ય સચિવ તરીકે સેવાઓ આપશે.
સમિતીનાં અન્ય સભ્યોમાં સંબંધીત જિલ્લાનાં જિલ્લા વિકાસ અધિકારી અને સંબંધીત ઝોનનાં રિજીયોનલ મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X