For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GIDC ઔદ્યોગિક વસાહતો સ્થાપવા 4620 હેક્ટર જમીન સંપાદિત કરશે

|
Google Oneindia Gujarati News

land
અમદાવાદ, 18 માર્ચ : ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ(જીઆઈડીસી) દ્વારા આગામી નાણાકીય વર્ષ 2013-14માં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે અંદાજે 2331.06 કરોડના ખર્ચે 4620 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવશે. જેમાં અમદાવાદ આસપાસના કઠવાડા, સાણંદ, વિઠ્ઠલાપુર સહિતના 8 સ્થળોનો પણ તેમાં સમાવેશ કરાયો છે.

જીઆઈડીસીએ તૈયાર કરેલા વર્ષ 2013-14ના બજેટમાં પણ આ જમીન સંપાદનના મુદ્દાનો સમાવેશ કરી લેવાયો છે. જીઆઈડીસીના સૂત્રોએ જણાવ્યું હતું કે જીઆઈડીસી આગામી નાણાકીય વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વ્યાપ વધારવા માટે નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવાનો નિર્ણય કરાયો છે. હાલમાં જેટલી ઔદ્યોગિક વસાહતો (જીઆઈડીસી એસ્ટેટ) છે તે ઔદ્યોગિક ક્ષેત્રના વધેલા કદને જોતા અપુરતી સાબિત થઈ રહી છે. આથી ગુજરાતના મોટા શહેરોની આસપાસ આવેલા વિસ્તારોમાં નવી જીઆઈડીસી સ્થાપવામાં આવશે.

આ નવી ઔદ્યોગિક વસાહતો માટે નિગમ કુલ 4620 હેક્ટર જમીન સંપાદિત કરશે. જમીન સંપાદનનો કુલ ખર્ચ રૂપિયા 2331.06 કરોડ થવાનો અંદાજ છે. આ માટે અમદાવાદ પાસે આવેલા કઠવાડા, સાણંદ, વિઠ્ઠલાપુર, સાણંદ - ર(વિસ્તરણ), ચાણસ્મા, દેવગામ, વાગરા વિલાયત(વિસ્તરણ), અને દહેજ હાઉસિંગ ખાતે 1941 હેક્ટર જમીન રૂપિયા 1964.76 કરોડના ખર્ચે સંપાદન કરવાનું આયોજન છે.

આ ઉપરાંત દહેજ - ર, સરીગામ, હાલોલ(વિસ્તરણ), છારોડી(બોલ) દહેજ(પીસીપીઆઈઆર) અને માંડલ ખાતે આવેલી ઔદ્યોગિક વસાહતોમાં આગામી નાણાકીય વર્ષ દરમિયાન રૂપિયા 953.20 કરોડના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે. વિકાસ ખર્ચ માટે નિગમે કુલ રૂપિયા 1095.20 કરોડની રકમની બજેટમાં જોગવાઈ કરી છે.

કઇ જગ્યાએ કેટલી જમીન સંપાદન કરાશે?

વસાહત

જમીન(હેક્ટર)

ખર્ચ(કરોડમાં)

કઠવાડા

ર૦

૯૪.પ૦

સાણંદ

૧૦૧

૧ર૧.ર૦

વિઠ્ઠલાપુર

૬પ૦

૮૯ર.પ૦

સાણંદ-ર(વિસ્તરણ)

પ૦૦

પ૪૦

ચાણસ્મા

૧ર૪

૪૬.૮૪

દેવગામ

૧રપ

૭પ

વાગરા વિલાયત(વિસ્તરણ)

ર૭૧

૧ર૦.પ૯

દહેજ હાઉસિંગ

૧પ૦

૭૪.૧૩

કુલ

૧૯૪૧

૧૯૬૪.૭૬

English summary
GIDC will acquisition 4620 hector land for Industrial estate for financial year 2013-14.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X