હવે ગિફ્ટ સીટીમાં મોજથી દારૂ પીવો, સરકારે નિયમોમાં છુટછાટ આપી

ગુજરાત સરકારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT City) માં દારૂના સેવન સંબંધિત નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યા છે. આ નવા બદલાવ હેઠળ, ગુજરાત બહારના પ્રવાસીઓ અને વિદેશી નાગરિકો માટે દારૂ પીવા માટે અગાઉ ફરજિયાત એવી કામચલાઉ પરમિટની જરૂરિયાત હવે નાબૂદ કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલા એક નોટિફિકેશન દ્વારા આ છૂટછાટોને વધુ વિસ્તૃત કરવામાં આવી છે.

નવા જાહેરનામા મુજબ, અન્ય રાજ્યોના અને વિદેશી નાગરિકો હવે ગિફ્ટ સિટીની અધિકૃત હોટલ કે ક્લબમાં માત્ર માન્ય ઓળખપત્ર દર્શાવીને દારૂનું સેવન કરી શકશે. આ નિર્ણય આંતરરાષ્ટ્રીય રોકાણકારો અને મહેમાનો માટે પ્રક્રિયાને અત્યંત સરળ બનાવશે, જેથી તેમને ગિફ્ટ સિટીમાં કોઈ અગવડતાનો અનુભવ ન થાય અને તેઓ સરળતાથી સુવિધાઓનો લાભ લઈ શકે.

આ ફેરફાર 30 ડિસેમ્બર 2023 ના રોજ જાહેર કરાયેલી છૂટછાટોને વધુ વિસ્તારિત કરે છે. રાજ્ય સરકાર 2030 માં અમદાવાદમાં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને ગિફ્ટ સિટીમાં આવી છૂટછાટોનો વ્યાપ વધારી રહી છે, જેથી વૈશ્વિક સ્તરના કાર્યક્રમો માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી શકાય.

નવી સૂચનાઓ અનુસાર, દારૂ સેવન માટે પરમિટ ધરાવતા કર્મચારીઓ હવે એક સમયે 25 મહેમાનોને આમંત્રિત કરી શકશે. જોકે, મહેમાનોની મેજબાની કરવા માટે ટેમ્પરરી પરમિટ લેવી હજુ પણ ફરજિયાત છે અને જે-તે કર્મચારીએ તેમની સાથે હાજર રહેવું પડશે. આ ઉપરાંત પરમિટ વિનાના લોકો પણ નિર્ધારિત ફૂડ એન્ડ બેવરેજ એરિયામાં ભોજન માટે પ્રવેશ કરી શકશે.

ગિફ્ટ સિટીમાં આવેલી હોટલ અને રેસ્ટોરન્ટ્સને હવે લૉન, સ્વિમિંગ પૂલની આજુબાજુ, ટેરેસ તેમજ ખાનગી હોટલ રૂમમાં પણ દારૂ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ તે માટે FL-III લાયસન્સ હોવું અનિવાર્ય છે. અગાઉ દારૂ પીવાની જગ્યા માત્ર નિર્ધારિત વાઇન-એન્ડ-ડાઇન વિસ્તારો અને ખાસ પરમિટ ધરાવતા કર્મચારીઓ સુધી જ સીમિત હતી.

આ નિર્ણય ગિફ્ટ સિટીને દુબઈ, સિંગાપોર અને લંડન જેવા વૈશ્વિક નાણાકીય કેન્દ્રો સાથે સ્પર્ધા કરવામાં મદદરૂપ થશે. 'નાઈટ ઇકોનોમી' અને કોર્પોરેટ ઇવેન્ટ્સને વેગ આપીને ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય રોકાણકારો માટે વધુ આકર્ષક બનશે, જેના પરિણામે હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ મોટું રોકાણ આવશે, તેમ બિઝનેસ નિષ્ણાતો માને છે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે આ તમામ છૂટછાટો ફક્ત ગિફ્ટ સિટીના સીમિત વિસ્તારમાં જ લાગુ પડશે. કોઈ પણ વ્યક્તિ દારૂની બોટલ કે જથ્થો ગિફ્ટ સિટીની બહાર અથવા શહેરના અન્ય વિસ્તારોમાં લઈ જઈ શકશે નહીં. આ ઉપરાંત, આ નિયમો માત્ર 21 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ માટે જ છે. નિયમ ભંગ કરનાર સામે ગુજરાતના કડક દારૂબંધી કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X