ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે 2થી 8 ઓક્ટોબર દરમિયાન વન્યજીવ સપ્તાહ-૨૦૨૫ ઉજવાશે
ગુજરાત ઈકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગર ખાતે આગામી ૨જી થી ૮મી ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ભવ્ય રીતે વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે.
આ સપ્તાહ દરમિયાન વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિ વધારવાના હેતુથી નાગરિકોને ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં નિઃશૂલ્ક પ્રવેશ આપવામાં આવશે.

ગીર ફાઉન્ડેશનનો આ સપ્તાહ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વધુમાં વધુ નાગરિકોને વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ વિશે જાગૃત કરવાનો છે.
આ વર્ષે વન્યજીવ સપ્તાહની થીમ Human-Animal Coexistence (માનવ-પ્રાણી સહઅસ્તિત્વ) રાખવામાં આવી છે. આ વિષયવસ્તુ સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે માનવ અને પ્રાણીઓના શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ પર ભાર મૂકે છે.
ગીર ફાઉન્ડેશન દ્વારા જનજાગૃતિ કેળવવા માટે વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
- ૨ ઓક્ટોબર : સવારે સ્વચ્છતા અભિયાન અને સાંજે પ્લાસ્ટિક વેસ્ટ બોટલમાંથી પ્લાન્ટર્સ બનાવવાની પ્રવૃત્તિ
- ૩જી ઓક્ટોબર : સાંજે ઈકો આર્ટ એક્ટિવિટી
- ૪થી ઓક્ટોબર : આયુર્વેદિક તબીબો દ્વારા નાગરિકો માટે નિઃશૂલ્ક રોગ નિદાન અને ચિકિત્સા શિબિર
- ૫મી ઓક્ટોબર : સવારે નેચર વોક અને સાંજે વાઈલ્ડલાઈફ ક્લે-પોટરી આર્ટ
- ૭મી ઓક્ટોબર : સાંજે વાઈલ્ડલાઈફ ઓરિગામી ઍક્ટિવિટિ
- ૮મી ઓક્ટોબર : કોલેજના વિદ્યાર્થીઓ માટે સેમિનાર, ફિલ્ડ એક્સપોઝર વિઝિટ અને અન્ય નવીન કાર્યક્રમો.
ઉપરાંત, આખા સપ્તાહ દરમિયાન વન્યજીવો આધારિત માહિતીનું પ્રદર્શન અને બાળકો માટે ખાસ વાઈલ્ડલાઈફ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
