Earthquake: ગીર સોમનાથના તાલાલામાં ફરી ભૂકંપના આંચકા, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં મોડી રાત્રે અને વહેલી સવારે ટૂંકા ગાળામાં ધરતી ધ્રુજી, બંને આંચકાનું કેન્દ્રબિંદુ તાલાલાથી માત્ર 10 કિલોમીટર દૂર નોંધાયું. કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ગઈ મોડી રાત્રે અને વહેલી સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, તાલાલામાં ટૂંકા સમયગાળામાં બે વખત ધરતી ધ્રુજી હતી.
આંચકો ક્રમાંક | સમય | તીવ્રતા (રિક્ટર સ્કેલ) | કેન્દ્રબિંદુ
પ્રથમ | મોડી રાત્રે 1:38 કલાકે | 1.6 | તાલાલાથી 10 કિ.મી. દૂર (ઉત્તર-પૂર્વ)
દ્વિતીય | વહેલી સવારે 4:43 કલાકે | 1.4 | તાલાલાથી 10 કિ.મી. દૂર (ઉત્તર-પૂર્વ)
ભૂકંપની તીવ્રતા ઓછી હોવા છતાં, એક જ રાતમાં બે વખત આંચકા આવવાના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે, રાહતની વાત એ છે કે આ આંચકાને કારણે કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
ભૂકંપ આવે ત્યારે બચવા શું કરશો
- ભૂકંપ આવતા જો તમે ઘરમાં છો તો જમીન પર બેસી જાવ.
- મજબૂત ટેબલ કે કોઈ ફર્નીચરની નીચે શરણ લો.
- ટેબલ ન હોય તો હાથ વડે ચેહરા અને માથાને ઢાંકી લો.
- ઘરના કોઈ ખૂણામાં જતા રહો.
- કાંચ બારીઓ દરવાજા અને દિવાલથી દૂર રહો.
- પથારી પર છો તો સૂઈ રહો. ઓશિકા વડે માથુ ઢાંકી લો.
- આસપાસ ભારે ફર્નીચર હોય તો તેનાથી દૂર રહો.
- લિફ્ટનો ઉપયોગ કરતા બચો..
- પેંડુલમની જેમ હલીને દિવાલ સાથે લિફ્ટ અથડાઈ શકે છે
- લાઈટ જવાથી પણ લિફ્ટ રોકાય શકે છે.












Click it and Unblock the Notifications
