ઇશરત જહાં કેસ: જી. એલ. સિંઘલ, જે. જી પરમારને પોલીસ કસ્ટડીમાં મોકલાયા

ishrat jahan
અમદાવાદ, 6 માર્ચ: તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં આપીએસ અધિકારી ગીરીશ સિંઘલ અને જે. જી પરમારને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. પોલીસ કસ્ટડીમાં સીબીઆઇ દ્વારા ફેક એન્કાઉન્ટર કેસ મામલે વધુ પૂછપરછ કરવામાં આવશે.

સીબીઆઇએ ગીરીશ સિંઘલ પર એવો આરોપ લગાવ્યો હતો કે ઇશરત જહાં કેસના સાક્ષીઓને તેમણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ જે ટીમ દ્વારા ઇશરત જહાં એન્કાઉન્ટર થયું હતું તે ટીમનું તેમણે નેતૃત્વ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં એન્કાઉન્ટર 2004માં અમદાવાદમાં કોતરપુર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઇશરતની સાથે તેના ત્રણ સાથીઓના પણ એન્કાઉન્ટર કરાયા હતા. આ કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટે સીબીઆઇને સોંપેલો છે. આ કેસમાં હજી વધુની ધરપકડ થવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ કહેવાતા તરૂણ બારોટ અને ગાંધીનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલની પણ આજે સીબીઆઇ દ્વારા ઇશરત જહાં કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તરુણ બારોટની ટ્રાન્સફર ઓર્ડરના આધારે ધરપકડ કરવામાં આવી હતી. માહિતી પ્રમાણે તરુણ બારોટની સાથે અન્ય ચાર લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X