For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વલસાડ જિલ્લામાં ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજયભરની સરકારી આંગણવાડીઓ તથા પ્રાથમિક શાળા અને આશ્રમ શાળાઓમાં થનાર છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ રાજયભરની સરકારી આંગણવાડીઓ તથા પ્રાથમિક શાળા અને આશ્રમ શાળાઓમાં થનાર છે. વલસાડ જિલ્લામાં ૨૩,૨૪ અને ૨૫ જુન સુધી શહેરી અને ગ્રામ્ય વિસ્તારનો સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ વલસાડ જિલ્લાની ૧૮૯૯ આંગણવાડીઓ અને ૫૦ જેટલી આશ્રમશાળાઓ તથા ૯૬૩ સરકારી પ્રાથમિક શાળાઓમાં યોજાનાર છે. જેમાં કુલ ૧૯૬૮૭ કરતાં વધારે બાળકો શાળામાં પ્રવેશ મેળવશે.

Valsad

દર વર્ષે રાજ્ય સરકારશ્રી દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીમાં ૧૦૦% નામાંકન થાય અને શિક્ષણ પ્રત્યે સમાજમાં જાગૃતિ આવે તેમજ સરકારશ્રીની શિક્ષણલક્ષી વિવિધ યોજનાઓની જાણકારી ગામડાના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે એવા ઉમદા આશયથી ઉજવણી કરવામાં આવે છે. આ પરંપરાને આગળ ધપાવતા આ વર્ષે કુલ ૯૫ રૂટની ૭૭૭ શાળાઓમાં નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુ દેસાઈ, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા મંત્રી નરેશ પટેલ, અને કલ્પસર, મત્સ્ય ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો), નર્મદા, જળસંપતિ અને પાણી પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી જીતુ ચોધરી તથા સાંસદ ડૉ. કે. સી. પટેલ તથા ધારાસભ્ય સર્વ રમણ પાટકર, ભરત પટેલ અને અરવિંદ પટેલ રાજ્યકક્ષાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉજવણીમાં કરવામાં સહભાગી થશે.

English summary
Girls' education and school entrance ceremony started in Valsad district!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X