For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

3G બર્ડ વોચર્સ કોન્ફરન્સ: 40 દેશોના 82 જેટલા પક્ષીપ્રેમીઓએ ભાગ લીધો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

dhordo-birds
ગાંધીનગર: દેશમાં એક માત્ર કચ્છ જિલ્લો એવો છે કે જે રણ, સમુદ્ર અને પર્વતીય વિવિધતા ધરાવતો પ્રદેશ છે. સમગ્ર દેશમાં કચ્છ પોતાની કચ્છીકલા અને કચ્છી સંસ્કૃતિ ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે. જેને વધુ પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે કચ્છના ઘોરડો ખાતે રણોત્સવમાં ત્રિદિવસીય 3G ગ્લોબલ બર્ડ વોચર્સ કોન્ફરન્સ 2013નું આયોજન કરવામાં આવ્યું હતું.

3G બર્ડ વોચર્સ કોન્ફરન્સ 2013ના ઉદ્‌ઘાટન પ્રસંગે ગુજરાત ટુરિઝમના કમિશનર અને એમ.ડી. સંજય કોલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગાઉ આંતરરાષ્ટ્રીય બર્ડ વોચર્સ કોન્ફરન્સ ખીજડીયા જામનગર તથા અમદાવાદ ખાતે યોજાઇ હતી. નખત્રાણા તાલુકામાં પાછોતરા વરસાદને કારણે છારી ઢંઢ વિસ્તારના છારી સરોવરમાં પાણી આવતાં કચ્છમાં માઇગ્રેટ કરી આવતા દેશવિદેશના પક્ષીઓ માટે આ વિસ્તાર શ્રેષ્ઠ સ્થળ તરીકે ઉભરી આવ્યો છે.

છારી ઢંઢ વિસ્તારમાં શિયાળા દરમિયાન દેશવિદેશના અંદાજિત 520 જેટલા વિવિધ પક્ષીઓ મહેમાન બન્યા છે. કોન્ફરન્સમાં ઇગ્લેંન્ડ, ફિલિપાઇન્સ, તાઇવાન અને મલેશીયા જેવા 40 દેશોના 82 અને ભારતના 200 જેટલા પક્ષી પ્રેમી અને પક્ષી વિદો જોડાયા છે. ગુજરાત દેશમાં ઇકો ટુરીઝમ ક્ષેત્રે સૌથી ઝડપી ઉભરી રહ્યું છે તેનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ પ્રસંગે કોલે દેશ અને વિદેશના પક્ષી પ્રેમીઓને 2014ના બર્ડ વોચર્સ કોન્ફરન્સ માટે પણ આમંત્રણ આપ્યું હતું.

પક્ષી પ્રેમી શ્રી લવકુમાર ખાચરે જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિ અને સમુદ્ર કિનારો વિદેશી પક્ષીઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. પક્ષીઓનું જતન કરવું આપણી સૌની ફરજ છે. 3G બર્ડ વોચર્સ કોન્ફરન્સમાં કચ્છના બન્નીના રણની પાસે આવેલો નવો આરક્ષિત છારી ઢંઢ વિસ્તાર દેશી અને વિદેશી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન સાબિત થયો છે. વધુમાં બર્ડ વોચર્સ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામને પર્યાવરણ અને પક્ષીઓને નુકશાન ન પહોંચે તે પ્રમાણે મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં સાયબેરીયન, બલુચિસ્તાન અને આફ્રિકા સહિત દેશોમાં પક્ષીઓ આ વિસ્તારમાં વિહાર કરવા આવ્યા છે. જેમાં પેલિકન, ફ્લેમિંગો, ગ્રેહોરોન, સ્પૂનખિલ, પેન્ટેઇડ સ્ટ્રોક, કોમનક્રેન અને કોમનક્રુટ સહિતના અનેક પક્ષીઓનો સમાવેશ થાય છે. ત્રિદિવસીય કોન્ફરન્સમાં ગુજરાતમાં બર્ડ ટુરિઝમ ક્ષેત્રે વિકાસ ઘરેલું પક્ષીઓને કેવી રીતે રક્ષણ આપવું , ગુજરાતના વિવિધ પક્ષીઓ અને તેના ફોટોગ્રાફ તેમજ પોતાના ત્રણ દિવસના ખાસ અનુભવોનું વર્ણન જેવા વિવિધ મુદ્દાઓ ઉપર સત્રો યોજવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સ દરમિયાન દેશવિદેશના પક્ષી વિદોએ કાળાડુંગરની મુલાકાત લઇ વિવિધ પક્ષીઓ જોવાની મજા માણી હતી.તેમજ ત્રણ દિવસ દરમિયાન કચ્છી કલાકારો દ્વારા રાત્રે વિવિધ કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.

English summary
Bird watchers from across India are joined by 82 international delegates across 40 countries like Philippines, Malaysia, Taiwan and the UK to attend the four-day event.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X