ગોંડલના ભાજપનાં ધારાસભ્યને ખૂન કેસમાં આજીવન કેદ

Subscribe to Oneindia News

ભાજપના ધારાસભ્યને ગોંડલના વાછરા ગામના વતની નિલેશ રૈયાણીના હત્યાના આરોપમાં ગુજરાત હાઈ કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે. સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર નિલેશ રૈયાણીનું ખૂન 2004 માં થયું હતું. આ કેસમાં સેશન્સ કોર્ટે જયરાજ સિંહ જાડેજાને નિર્દોષ છોડી મુક્યો હતો. આ મામલે ગુજરાત હાઈ કોર્ટમાં અપીલ થતા કોર્ટે ત્રણ આરોપીને અજીવ કેદનો સજા સંભળાવી હતી. જેમાં ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, અમરજીત જાડેજા અને મહેન્દ્ર સિંહ ભોગતરાણાને કોર્ટે જન્મટીપની સજા સંભળાવી છે.

gondal murder case

ગોંડલના જેસિંગ કાળા ચોકમાં નિલેશ રૈયાણી બીજો એક શખ્સ જયારે યુટિલિટી જીપમાં જઇ રહ્યા હતા ત્યારે જયરાજસિંહ અને અમરસિંહ જાડેજા સહિતના ત્રણ લોકો આવીને જીપ પર ફાયરીંગ કરીને તેની હત્યા કરી હતી. આરોપીઓએ વિક્રમ સિંહની હત્યાનો બદલો લેવા માટે કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. જમીન વિવાદમાં આ હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટની ફાસટ્રેક કોર્ટે ધારાસભ્યની છોડી મુક્યા હતા. પણ હવે હાઇકોર્ટે તેમને દોષી કહ્યા છે. જો કે આ કેસ હજી સુપ્રીમ કોર્ટમાં પણ જઇ શકે છે.

English summary
Gondal BJP MLA and two other gets lifetime imprisonment in Murder case

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.