રાજભવન ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે નૂતન વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કરતા રાજ્યપાલ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નૂતન વર્ષના મંગલ પ્રારંભે રાજભવન ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. નૂતન વર્ષના પાવન પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજભવન ખાતે ઉપસ્થિત
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નૂતન વર્ષના મંગલ પ્રારંભે રાજભવન ખાતે ઉપસ્થિત સૌ મહાનુભાવો સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. નૂતન વર્ષના પાવન પર્વે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રાજભવન ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યપાલ સાથે નવા વર્ષની શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

આ પ્રસંગે રાજભવન ખાતે ઉપસ્થિત અગ્રણી નાગરીકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, પદાધિકારીઓ, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર સહિત અન્ય ઉચ્ચ અધિકારીગણ, પ્રજાજનો અને રાજભવન પરિવારના સભ્યો સાથે પણ રાજ્યપાલ એ નૂતન વર્ષે શુભેચ્છાઓની આપ- લે કરી મંગલ કામના પાઠવી હતી.












Click it and Unblock the Notifications
