કેશુભાઇ પટેલે હરેન પંડ્યા કેસની ફરીથી તપાસની માંગણી કરી

હરેન પંડ્યાની હત્યાની 10મી વરસીના અવસરે તેમને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કેશુભાઇ પટેલે કહ્યું હતું કે 'સીબીઆઇએ હરેને પંડ્યાની હત્યાની ફરીથી તપાસ કરવી જોઇએ. રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી રહી ચુકેલા હરેન પંડ્યાની વિધવા પત્ની જાગૃતિ પંડ્યાએ પણ આ કેસની સીબીઆઇ દ્રારા ફરીથી તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
જાગૃતિ પંડ્યાએ કહ્યું હતું કે મે પહેલાં પણ આ કહ્યું છે અને આજે પણ ફરીથી કહી રહી છું કે સીબીઆઇએ ફરીથી તપાસ કરવી જોઇએ અને સાચા હત્યારાઓને પકડવા જોઇએ. આ કેસમાં ગુનેગાર સાબિત થયું નથી. તેમને કહ્યું હતું કે જો રાજ્ય સરકાર અમારી સાથે છે તો પછી તે અમારી માંગણીને આગળ વધારશે.












Click it and Unblock the Notifications
