કેશુભાઇની પાર્ટીને મળી ચૂંટણીપંચની માન્યતા

કેન્દ્રીય ચૂંટણી પંચે વિધિવત નોંધણી કરીને કેશુભાઇની પાર્ટીને પત્ર સુપરત કર્યો છે. તેમજ પાર્ટીના ચિહ્ન માટેની કવાયત શરૂ થઇ ગઇ છે. આ અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોરધન ઝડફીયાએ જણાવ્યું હતું કે 'અમારી પાર્ટીને મંજૂરી નહી મળે એવી વિરોધીઓની માન્યતા ખોટી પડી છે. અમારી પાર્ટીની નોંધણી થઇ ગઇ છે અને ચિહ્ન પણ ટૂંક સમયમાં આવી જશે.'
અત્રે ઉલ્લેખનીય છે કે કેશુભાઇએ ગુજરાત પરિવર્તન પાર્ટીની જાહેરાત ગઇ 6 ઓગષ્ટે કરવામાં આવી હતી. માત્ર બે મહીનાના ટૂંકા સમયગાળામાં જ પાર્ટીને ચૂંટણીપંચની મંજૂરી મળી જતા કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. હવે પાર્ટી નવરાત્રિમાં વિજયકૂચ નામે કાર્યક્રમો ચાલુ કરશે.












Click it and Unblock the Notifications
