For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્યાવરણ બચાવની પહેલ અનુરુપ ગુજરાતમાં ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સનું આયોજન

પર્યાવરણ બચાવની પહેલ અનુરુપ ગુજરાતમાં ગ્રીન મેન્ટર્સ કોન્ફરન્સનું આયોજન

|
Google Oneindia Gujarati News

દર વર્ષે પર્યાવરણ બચાવની માત્ર વાતો જ થતી હોય છે ત્યારે પર્યાવરણ બચાવની પહેલના ભાગરૂપે ગ્રીન મેન્ટર્સ ઓર્ગેનાઈઝેશને 29 જૂન અને 30 જૂન 2019ના રોજ કર્ણાવતી યુનિવર્સિટીમાં પહેલી નેશનલ ગ્રીન મેટર્સ કોન્ફ્રેન્સ 2019નું આયોજન કર્યું છે. શનિવારે સવારે 9:30 વાગ્યે કર્ણાવતી યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે આ કોન્ફ્રેન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

green mentor

કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે, જે રીતે આબોહવામાં બદલાવ થઈ રહ્યો છે, તે પૃથ્વી પર જીવન ગુજારવા માટે બિલકૂળ અનુકૂળ નથી. પાણીની સમસ્યા અને પ્રદૂષણ અત્યારે સૌથી મોટા મુદ્દા બનતા જઈ રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં આપણા બાળકોને પ્રકૃતિ માટે જવાબદાર બનાવવાની આપણી જવાબદારી છે. આ કોન્ફરન્સમાં જે કંઈપણ પરિણામ અને સૂચનો આવશે તે ગુજરાતની શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, નેશનલ ગ્રીન મેન્ટર્સ કોન્ફ્રેન્સ 2019 પહેલી એસડીજી પ્રેરિત એકેડમિક કોન્ફરન્સ છે જે વાસ્તવિક ભારત તરીકે ગ્રીન સ્કૂલ્સ અને યુનિવર્સિટીને સાથે લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દા એ નેચરને શિક્ષણમાં લાવવું અને નવા ભારતની નવી એજ્યુકેશન પોલિસી છે. યુનાઈટેડ નેશન્સના SDGs કંસેપ્ટ સહિત વિવિધ સ્વદેશી ખ્યાલ સાથે વિશ્વભરના કેટલાય દેશોમાં ગ્રીન સ્કૂલ કંસેપ્ટને અપનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વભરના જુદા-જુદા દેશો દ્વારા રજૂ કરાયેલ ગ્રીન સ્કૂલનો ખ્યાલ હોવા છતાં, ગ્રીન સ્કૂલના ભારતીય ખ્યાલને દુનિયાભરમાં અદ્ભુત અને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે સંપૂર્ણ ગ્રીન સ્કૂલિંગનો ભારતીય ખ્યાલ ભારતીય સિદ્ધાંતો "કુદરતના પાંચ તત્તો"ના આધારે રચાયેલ છે.

જણાવી દઈએ કે આ કોન્ફ્રેન્સ કીનોટ સ્પીકર્સ, ઈન્ફોર્મેટિવ વર્કશોપ, પ્રેઝન્ટેશન, રાઉન્ડ ટેબલ ચર્ચા, પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવશે. 30 જૂન 2019ના રોજ ઘણી શાળા, યુનિવર્સિટી, પ્રિન્સિપાલ અને વાઈસચાન્સેલર્સને ગ્રીન સ્કૂલ, ગ્રીન યુનિવર્સિટી, ગ્રીન એજ્યુકેટર, ગ્રીન મેન્ટર્સ અને ગ્રીન એન્ટરપ્રાઈઝ અવોર્ડ એનાયત કરવામાં આવશે. ગ્રીન સ્કૂલ એન્ડ યુનિવર્સિટી કન્સેપ્ટ બધા માટે સારો છે. વધુમાં વિદ્યાર્થીઓને એનવાયરમેન્ટલ હેલ્થ અને સેફ્ટી રિસ્ક સામે રક્ષણ પૂરું પાજવામાં આવે છે, જે જે રૂપિયા બચાવવામાં અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. જે શાળા અને યુનિવર્સિટીઓ પર્યાવરણીય તંદુરસ્તીને અમલમાં મૂકવાને પ્રાથમિકતા આપે છે તે ઘણા લાભોનો અનુભવી શકે છે.

આ પણ વાંચો- આગલા 4 દિવસ સુધી મુંબઈ પર જળ પ્રહાર! હવામાન વિભાગની ચેતવણી

English summary
Green Mentors - an Ahmedabad based Nature driven organization is hosting its 1st national Green mentors Conference 2019 at Karnavati University on 29-30 June 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X