આગલા 4 દિવસ સુધી મુંબઈ પર જળ પ્રહાર! હવામાન વિભાગની ચેતવણી
પહેલા જ વરસાદમાં માયાનગરી મુંબઈના હાલ બેહાલ થઈ ગયા. વરસાદે માયાનગરીને અટકાવી દીધી છે.
પહેલા જ વરસાદમાં માયાનગરી મુંબઈના હાલ બેહાલ થઈ ગયા. વરસાદે માયાનગરીને અટકાવી દીધી છે. ઘણા દિવસોના વિલંબ બાદ ચોમાસુ પહોંચ્યા બાદ શુક્રવારે મુંબઈમાં પહેલો ભારે વરસાદ થયો ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે જળભરાવ, વૃક્ષ પડવા જેવી ઘટનાઓ સામે આવી. પહેલા જ વરસાદ બાદ મુંબઈમાં 3 લોકોના મોત થઈ ગયા અને પાંચ ઘાયલ થઈ ગયા. તમને જણાવી દઈએ કે શહેરમાં છેલ્લા 45 વર્ષોમાં ચોમાસામાં સૌથી વધુ વિલંબ આ વખતે થયો પરંતુ વિલંબ છતાં મુંબઈ વરસાદ માટે તૈયાર ન દેખાયુ.

આગામી 4 દિવસો સુધી મુંબઈમાં ભારે વરસાદ
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી 4 દિવસોમાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. મુંબઈ સહિત કોંકણના બધા વિસ્તારોમાં આગામી 4 દિવસો સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ઈન્ડિયા ટુડેના જણાવ્યા મુજબ મુંબઈ સહિત સમગ્ર ઉત્તર કોંકણ વિસ્તારમાં આગામી 4 દિવસો સુધી ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અરબ સાગરની ઉપર ભારે દબાણ બનેલુ છે જેનાથી કોંકણની આસપાસ ભારે વરસાદ થઈ શકે છે. મુંબઈ પાસે વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

મુંબઈવાળા સાવધાનઃ આ તારીખ સુધી થશે ભારે વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર કોંકણમાં 29 જૂનથી લઈને 2 જુલાઈ સુધી ભારે વરસાદનું અનુમાન છે. જો કે અનુમાનો મુજબ 2 જુલાઈ બાદ પણ મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવનાનો ઈનકાર ન કરી શકાય. માનવામાં આવી રહ્યુ છે કે 2 જુલાઈથી લઈને 4 જુલાઈ સુધી આ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

વરસાદ બન્યો મુસીબત
ચોમાસાના પહેલા વરસાદે જ મુંબઈના હાલ બેહાલ કરી દીધા છે. દરેક વખતની જેમ આ વખતે પણ મુંબઈવાળા માટે ચોમાસુમાં ભારે વરસાદ મોટી મુસીબત લઈને આવ્યો છે. અહીં ચોમાસામાં જળભરાવની સમસ્યા સામાન્ય છે. જળભરાવના કારણે ટ્રાફિકની ગતિ અટકી ગઈ છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયુ છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યુ છે. અત્યાર સુધી આ વરસાદમાં પાણીમાં કરન્ટ ઉતરવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં 3 લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ વર્ષે ચોમાસામાં વિલંબ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ચોમાસુ સમગ્ર મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશના અમુક વિસ્તારોમાં પ્રવેશ કરી ચૂક્યુ છે. જો કે આ વર્ષે દેશના અમુક વિસ્તારોમાં ચોમાસુ પહોંચવામાં મોડુ થયુ છે જેના કારણે દેશના ઘણા ભાગોમાં વરસાદ ઓછો થયો છે પરંતુ આશા રાખવામાં આવી રહી છે કે જુલાઈમાં અહીં વરસાદમાં વધારો થશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
