For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવો એક ડોકીયું કરીએ ગુજરાત વિધાનસભામાં

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

gujarat-vidhan-sabha
ઇન્દીરા આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને રૂા. ૪પ,૦૦૦ની સહાય

ગાંધીનગર, 27 ફેબ્રુઆરી: ગુજરાતમાં ગરીબી રેખા હેઠળના ૦ થી ૧૬ની કક્ષાના એક પણ લાભાર્થી લાભથી વંચિત રહ્યા નથી. ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્ય વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન આ વિગતો આપતાં અનુસૂચિત જાતિ, અનુ.જનજાતિ તથા અનુ.જાતિ સિવાયના લાભાર્થીઓ માટેની ઇન્દીરા આવાસ યોજના અંતર્ગત ઘર બાંધવા માટે લાભાર્થીને પહેલાં રૂા. ૩૭,૦૦૦ની સહાય આપવામાં આવતી હતી, પરંતુ મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ર૦૦૮માં ભારતના પ્રધાનમંત્રી સમક્ષ રજૂઆત કરતાં હવેથી આ યોજના અંતર્ગત રૂા. ૪પ,૦૦૦ની સહાય આપવામાં આવી રહી છે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગરીબો માટે ગુજરાત સરકાર દ્વારા સરદાર પટેલ આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના, હળપતી આવાસ યોજના, અગરિયા આવાસ યોજના, સાગરખેડૂ આવાસ યોજના, સફાઇ કામદાર માટે આવાસ યોજના તથા આદિમજૂથના લોકો માટેની આવાસ યોજના અમલી છે. સ્વર્ણિમ ગુજરાત વર્ષ દરમિયાન આ તમામ યોજનાઓ અંતર્ગત તમામ આવાસોના નિર્માણનું કામ થયું

સુરત જિલ્લાની વિગતો આપતાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષ ર૦૧ર૧૩ દરમિયાન ૩૧ ડિસેમ્બર, ર૦૧રની સ્થિતિએ ઇન્દીરા આવાસ યોજના અંતર્ગત ૧૩૪ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ એક જ આવાસ યોજના કેન્દ્ર સરકારની ૭પ ટકા સહાયથી અને માર્ગદર્શિકા મુજબ ચાલતી હોવાથી લાભાર્થી જાતે જ મકાન બાંધતા હોવાથી આવાસો સત્વરે પૂર્ણ કરવાના પ્રયત્નો કરવામાં આવશે.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની ૭પ ટકા સહાય અને ગુજરાત સરકારની રપ ટકા સહાયથી અમલી થતી ઇન્દીરા આવાસ યોજના અંતર્ગત લાભાર્થીને ત્રણ હામાં રૂા. ૪પ,૦૦૦ની સહાય ચુકવવામાં આવે છે. આ પ્રક્રિયામાં અરજી મંજૂર થાય ત્યારે રૂા. ર૧,૦૦૦ની રકમ, મકાનનું બાંધકામ પ્લીન્થ લેવલે પહોંચે ત્યારે રૂા. ૧પ,૦૦૦નો બીજો હો અને બાંધકામ પૂર્ણ થાય ત્યારે રૂા. ૯,૦૦૦નો છેલ્લા હો ચુકવવામાં આવે છે.

મંત્રીશ્રીએ વડોદરા જિલ્લાની વિગતો આપતાં ઉમેર્યું કે, વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧૦ તાલુકાઓમાં ૧૮,૪૯૭ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે તે પૈકી પ,૮પ૦ આવાસો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. બાકીના ૧ર,૬૪૭ આવાસો લાભાર્થીઓએ પોતે જ પૂર્ણ કરવાના હોય છે માટે તે સમયમર્યાદા નિયત કરાતી નથી. આ આવાસો માટે લાભાર્થીઓ જેમ કામ કરે તેની ચકાસણી બાદ જરૂરી હાઓ ચુકવવામાં આવે છે.

ગ્રામ્ય વિકાસ રાજ્ય મંત્રી જયંતિભાઈ કવાડીયાએ જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને લખતર તાલુકામાં ૩૧ ડિસેમ્બર, ર૦૧રના રોજ પૂર્ણ થતાં ર વર્ષના સમયમાં ઇન્દીરા આવાસ યોજના અન્વયે મંજૂર થયેલા ૧૧૫૫ આવાસોમાંથી પ૧૬ આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ માટે રૂા. ૬૦૦.રર લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ૦૧૬ સુધીના તમામ લાભાર્થીઓને આવાસનો લાભ આપી દીધેલ છે. આમ છતાં કોઇ બાકી રહી ગયા હશે તો તેમને આ લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ૧૬ર૦ના લાભાર્થીઓને લાભ આપવા માટે પણ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી છે.

રાજ્યમાં પી.ટી.સી. - પ્રિ પી.ટી.સી. માટે અલગ ટ્રીબ્યુનલની આવશ્યકતા નથી

શિક્ષણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પી.ટી.સી. અને પ્રિ.પી.ટી.સી. કોલેજોમાં ફરજ બજાવતા કર્મચારીઓ, અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓ માટે અત્યારે શિક્ષણ વિભાગમાં જે કાર્યરત ટ્રીબ્યુનલો છે તે પુરતી છે, આ માટે અલગ ટ્રીબ્યુનલની રચના કરવાની આવશ્યકતા નથી.

રાજ્ય વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમિયાન શિક્ષણ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે ર૭૩ જેટલી પી. ટી. સી. કોલેજો અને ૧ર જેટલી પ્રિ.પી.ટી.સી. કોલેજો કાર્યરત છે. આ કોલેજોની વહીવટી જવાબદારી જિલ્લાકક્ષાએ જિલ્લા શિક્ષણાધિકારી અને રાજ્ય કક્ષાએ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી સંભાળે છે.

૬૩.ર૮ લાખ કેસનો નિકાલ થયોઃ કાયદા મંત્રી પ્રદીપસિંહજી જાડેજા

કાયદા રાજ્ય મંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ આજે ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમ્યાન જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોક અદાલતોને વ્યાપક જનસમર્થન મળેલ છે. તેની અત્યાર સુધીમાં ૬૩,ર૮,૪પર કેસનો નિકાલ થયેલ છે. ર૦૧ર ર૦૧રના વર્ષમાં પણ ૧,૧ર,પપ૦ ફોજદારી કેસ, ૩૪,૪૪ર દિવાની કેસ તેમજ ર૭,ર૦પ પ્રીલીટીગેશનના કેસ સહિત કુલ ૧,૭૪,૧૯૭ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે તથા રૂા. ૬૭.૧૯૮ કરોડના મોટર વ્હીકીલ કેસના એવોર્ડ આપવામાં આવે છે.

પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે, દેશમાં ૪રમા બંધારણીય સુધારા દ્વારા લીગલ સર્વિસ ઓથોરિટી એકટ ૧૯૮૭માં અમલમાં આવ્યો. પરંતુ ગુજરાતમાં ૧૯૮રમાં જૂનાગઢના ઉના ખાતે સૌ પ્રથમવાર લોક અદાલત શરૂ કરવામાં આવી હતી. લોક અદાલતમાં કેસ દાખલ કરવા માટે એક માસ પહેલાં નિયત ફોર્મમાં વિગતો આપવાની હોય છે અને સામેના પક્ષની વ્યકિતની ઉપર તેની બજવણી કરવામાં આવે છે. લોક અદાલતમાં સમાધાન થાય તેથી પાર્ટી દ્વારા ભરેલ ફી કોઇપણ કપાત વગર પરત કરવામાં આવે છે. લોક અદાલત ન્યાય વાંચ્છુકનો સમય, નાણાં બચાવે છે તેમજ માનસિક સ્થિતિમાં પણ રાહત અપાવે છે. લોક અદાલતો, કોર્ટો ઉપરનું ભારણ ઘટાડવામાં ઉપયોગી બની રહી છે.

અમદાવાદ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં ૩૧ ડિસેમ્બર, ર૦૧રના રોજ પૂર્ણ થતા છેલ્લા ર વર્ષમાં યોજાયેલી ર૭૯પ લોક અદાલતોમાં ૧,૦૪,૯૮૩ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી પ૭,૦૭૧ કેસનો નિકાલ કરી ૩૪.૯ર કરોડની રકમ વળતર તરીકે ચુકવવામાં આવે છે.

રાજ્યમાં બાર એસોસીએશનને સુવિધા

કાયદો અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી પ્રદીપસિંહજી જાડેજાએ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ર૦૧ર૧૩ના વર્ષમાં રાજ્યમાં આવેલા બાર એસોસીએશનને સુવિધા આપવા અંગેના પ્રશ્નના પ્રત્યુતરમાં વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલ બાર એસોસીએશનને ઇલાયબ્રેરીની સુવિધા માટે કોમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ, યુ.પી.એસ. અને કાયદાના સોફ્ટવેરની સુવિધા આપવામાં આવી છે. આ માટે રૂ.૧,ર૮,૭પ,૭૭૩નો ખર્ચ થયો છે. વિસનગરના ધારાસભ્યશ્રી ઋષિકેશ પટેલના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું.

રાજ્યમાં ઇ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ૧૩૬૮પ ગામોને ઇન્ટરનેટ કનેકટીવીટી આપવામાં આવી.

પંચાયત મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભામાં પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બરર૦૧રની સ્થિતિએ ઇગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ ૧૩,૬૮પ ગામોને ઇન્ટરનેટ કનેકટીવીટી આપવામાં આવી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, આ કામગીરી પેટે ર૦૦૭૦૮ થી વર્ષ ર૦૧૧૨૦૧ર સુધીમાં કુલ રૂા. ૯,ર૦૦ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં લેબરકોર્ટના ચાર નવીન મકાન બાંધકામને મંજુરી

કાયદો અને ન્યાય તંત્ર વિભાગના મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વિધાનસભામાં એક પ્રશ્નના પ્રત્યુતરમાં જણાવ્યું કે, રાજ્યમાં મહેસાણા, પાલનપુર, નવસારી અને નડિયાદ ખાતે લેબરકોર્ટના નવીન મકાન બાંધકામ માટે મંજુરી આપેલ છે. વધુમાં કુલ રૂા. ૧૩,૮૯,૩૮,૧૦૦/ના ખર્ચે બનનાર લેબર કોર્ટના નવીન મકાનમાં મહેસાણા માટે રૂા. ૩,રપ,૭૯,૮૦૦/પાલનપુર માટે રૂા. ર,પ૦,૩૦,૦૦૦/ નવસારી માટે રૂા. ર,૭૯,૬૭,૩૦૦/ અને નડિયાદ માટે રૂા. પ,૩૩,૬૧,૦૦૦/ની રકમની મંજુરી આપવામાં આવી છે, તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

છેલ્લા ત્રણ વર્ષમાં ૧પ ફેમીલી કોર્ટ મંજુર થઇ ૧,૩પ૬ નોટરીની જગ્યા ભરેલી છે.

કાયદો અને ન્યાય તંત્ર વિભાગના મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આજે વિધાનસભામાં ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણના પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષમાં (ર૦૧૦૧૧ થી ર૦૧ર૧૩) માં રાજ્ય સરકારે ૧૫ ફેમીલી કોર્ટ મંજુર કરી છે. ધારાસભ્ય શંભુજી ઠાકોરના તા. ૩૧૧રર૦૧ર ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નોટરીની ભરાયેલ જગ્યાઓ વિષેના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ કહયું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ૧,૩પ૬ નોટરીની જગ્યાઓ ભરેલી છે.

અમદાવાદ શહેરમાં ૯૯,૮૮૩ બીપીએલ કાર્ડ ધારકો

નાગરિક પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં તા. ૩૧૧રર૦૧રની સ્થિતિએ કુલ ૯૯,૮૮૩ બી.પી.એલ. કાર્ડધારકો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હયાત જુના રેશનકાર્ડ ધારકો પાસે બી.પી.એલ. રેશનકાર્ડ હોય અને જરૂરી ફોર્મ૧ ભરેલ હોય તો તેવા બીપીએલ કાર્ડ ધારકોનો કોમ્પ્યુટરમાં ડેટાબેઝ છે. આ પ્રમાણે જરૂરી ફોર્મ૧ ભરેલું ન હોય તેવા કાર્ડધારકોએ નવેસરથી અરજી કરવાથી નવું રેશનકાર્ડ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજ્યમાં ન્યાય સંકુલના નવા મકાન અને સ્ટાફ આવાસો માટે રૂ.૧,૩૭,૩૧,૮પ,૦૦૦/ની જંગી રકમ મંજુર

રાજ્ય સરકાર ન્યાય તંત્રની પ્રક્રિયાને વધુ ઝડપી અને સરળ બનાવવા કટિબધ્ધ છે. તેમ આજે વિધાનસભામાં એક પ્રશ્નના પ્રત્યુતરમાં કાયદામંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ન્યાય સંકુલ, સ્ટાફ આવાસના બાંધકામ માટે ડિસેમ્બર ર૦૧રની સ્થિતિએ કુલ રૂા. ૧,૩૭,૩૧,૮પ,૦૦૦/ની જંગી રકમ મંજુર કરાઇ છે. જેમાં વડોદરા ન્યાય સંકુલના બાંધકામ માટે રૂા. ૧,૩૦,૭૩,૭૦,૦૦૦/ની રકમને મંજુરી અપાઇ છે. જેમાં ૭૬ કોર્ટો (ફેમીલી કોર્ટ સહિતની) સ્થપાશે.

દસાડાના ધારાસભ્ય પૂનમભાઇ મકવાણાના પ્રશ્નનો જવાબ આપતા વધુમાં મંત્રી જાડેજાએ જણાવ્યુંહતું કે ડિસેમ્બર ર૦૧રની સ્થિતિએ સુરેન્દ્રનગરના હળવદ ખાતે કોર્ટ બિલ્ડીંગના બાંધકામ અને રહેણાંક માટે રૂા. ૬,ર૭,પપ,૦૦૦/ની સંયુક્ત વહિવટી મંજુરી આપેલ છે.

વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે સંતરામપુર ખાતે પણ જયુડીશીયલ સ્ટાફ માટે રહેણાંક મકાનના બાંધકામ માટે રૂા. ૩૦,૬૦,૦૦૦/ની વહીવટી મંજુરી આપેલ છે.

English summary
Ground report of Gujarat Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X